JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

કાલુપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે ઐતિહાસિક ઝૂલતા મીનારા પાસેની ૨૦ દુકાનો ડિમોલિશ કરાઈ

કાલુપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે ઐતિહાસિક ઝૂલતા મીનારા પાસેની ૨૦ દુકાનો ડિમોલિશ કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલા ઐતિહાસિક ઝૂલતા મીનારા પાસે દબાણરૂપ ૨૦ દુકાનોને દૂર કરવામાં આવી છે. આ કાર્યવાહી રાષ્ટ્રીય મહત્ત્વના પ્રોજેક્ટ અંતર્ગત વિસ્તારના સર્વાંગી વિકાસ અને સુંદરતા માટે હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સેન્ટ્રલ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શનિવારે કાલુપુર રેલવે સ્ટેશનની નજીક આવેલા ઐતિહાસિક 'ઝૂલતા મીનારા' (શૈકિંગ મિનારેટ્સ) પાસે આવેલી આશરે ૨૦ જેટલી દુકાનો પર સપાટો બોલાવવામાં આવ્યો હતો. વર્ષો પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ સ્મારકની નજીક જૂની રોઝી સિનેમા રોડ પર આ દુકાનો માટે જગ્યા ફાળવવામાં આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા વ્યાપક પુનર્વિકાસ કાર્ય અને વિસ્તારના સેટઅપને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી આ દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર પ્રોજેક્ટ અંગે માહિતી આપતા એક સત્તાવાર અધિકારીએ જણાવ્યું હતું કે કાલુપુર રેલવે સ્ટેશન પરિસરનો આકાંક્ષી પુનર્વિકાસ પ્રોજેક્ટ હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે, જેને કેન્દ્ર સરકાર દ્વારા 'રાષ્ટ્રીય મહત્ત્વના પ્રોજેક્ટ' તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્ટેશન પર દરરોજ મુસાફરોની અવરજવર અંદાજે ૩ લાખ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મુસાફરોની આ મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને પરિવહન અને અવરજવર વધુ સુગમ બને તે ખૂબ જ અનિવાર્ય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનાૂ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઐતિહાસિક સ્મારક ઝૂલતા મીનારાનું યોગ્ય જતન થાય અને તેની આસપાસનો વિસ્તાર વધુ ખુલ્લો, સુવ્યવસ્થિત તેમજ આકર્ષક બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ખાલી કરાવવામાં આવેલી જગ્યા પર ભવિષ્યમાં એક ભવ્ય પબ્લિક પ્લાઝા વિકસાવવાની યોજના છે, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો માટે આહ્લાદક વાતાવરણ ઊભું થશે. આ કાર્યવાહીથી વિસ્તારના સૌંદર્યીકરણને પણ વેગ મળશે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES