JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું મોટું કાવતરું નિષ્ફળ, જેશ-એ-મોહમ્મદના આતંકીની ધરપકડ

વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું મોટું કાવતરું નિષ્ફળ, જેશ-એ-મોહમ્મદના આતંકીની ધરપકડ
ગુજરાત એટીએસે બાતમીના આધારે કાર્યવાહી કરીને વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલો કરવાનું કાવતરું રચતા આસામના શંકાસ્પદ આતંકીનીે એકે-47 રાઈફલ અને દેશવિરોધી સામગ્રી સાથે ઝડપી પાડ્યો છે.

ગુજરાત પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા હાથ ધરવામાં આવેલા એક સફળ અને ગુપ્ત ઓપરેશનમાં વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવનાર જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આસામના રહેવાસી ૨૨ વર્ષીય મોહમ્મદ સાહરુલ ઇસ્લામ કબીરુદ્દીન નામના આ યુવક પાસેથી સુરક્ષાદળોએ અત્યાધુનિક એકે-47 રાઈફલ, કારતૂસો, જેશનો ધ્વજ અને અન્ય શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી છે. એટીએસના જણાવ્યા અનુસાર, આરોપી પાકિસ્તાનસ્થિત હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે ઇબ્ન અબ્દુલ્લાના સંપર્કમાં હતો અને રાજ્યના મહત્વપૂર્ણ સુરક્ષા સ્થાપનો પર હુમલો કરવા માટે ગુજરાતમાં પ્રવેશ્યો હતો.

આ ઓપરેશનની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે, ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે એટીએસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી સયાજીગંજ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટેલ મિલનમાં રોકાયો હતો અને ત્યાંથી ચેકઆઉટ કર્યા વગર જ નીકળી ગયો હતો. ત્યારબાદ ટેકનિકલ લોકેશનના આધારે તે દાહોદથી વડોદરા તરફ મુસાફરી કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. એટીએસની ટીમે વોચ ગોઠવીને વડોદરાના બાહ્ય વિસ્તારમાં આવેલા પાલડી બસ સ્ટેન્ડ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો.

આરોપીની વધુ તપાસ દરમિયાન તેના ફોનમાંથી વડોદરા એરફોર્સ સ્ટેશન અને અન્ય સંવેદનશીલ સ્થળોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા, જેના પર લાલ ક્રોસની નિશાની કરીને તેને ટાર્ગેટ તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. ઉપરાંત, એરફોર્સ સ્ટેશનનો રેકી વીડિયો, નકશાના સ્ક્રીનશોટ અને રાઈફલ ચલાવવાની તાલીમ આપતા વીડિયો પણ મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેને હુમલાના પ્લાનિંગ માટે આર્થિક સહાય પણ મળી હતી અને હુમલો કર્યા બાદ પાકિસ્તાન ભાગી જવાની યોજના હતી. હાલ આ મામલે યુએપીએ (UAPA), બીએનએસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને એટીએસ સ્થાનિક સંપર્કો અને આ આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES