JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સુરતમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી પડી મોંઘી, તેલના વેપારીના ખાતામાંથી સફાચટ થઈ ગયા ૭૦,૦০০ રૂપિયા

સુરતમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી પડી મોંઘી, તેલના વેપારીના ખાતામાંથી સફાચટ થઈ ગયા ૭૦,૦০০ રૂપિયા
સુરતના ૩૪ વર્ષીય તેલના વેપારી અમીન મુસાની સાથે ફ્રી મૂવી ડાઉનલોડ કરવાના ચક્કરમાં ઓનલાઈન છેતરપિંડી થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈને એક શંકાસ્પદ એપ ડાઉનલોડ કરતા જ તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી રૂ. ૭૦,૦૦૦ની રકમ ગાયબ થઈ ગઈ હતી.

સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા અને તેલનો વ્યવસાય કરતા અમીન મુસાની નામના ૩૪ વર્ષીય વેપારીને મફતમાં ફિલ્મો જોવાનો શોખ ભારે પડ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મફત મૂવી ડાઉનલોડ કરવાની એક આકર્ષક જાહેરાત જોઈને તેમણે ‘HOS’ નામની મોબાઈલ એપ્લિકેશન પોતાના ફોનમાં ડાઉનલોડ કરી હતી. એપ ડાઉનલોડ કર્યાની સાથે જ તેમનો સ્માર્ટફોન ઓટોમેટિક ડાઉનલોડિંગ મોડમાં ચાલ્યો ગયો હતો અને લગભગ ૯૦ મિનિટ સુધી તે જ સ્થિતિમાં રહ્યો હતો. વેપારીએ તેને સામાન્ય પ્રક્રિયા માનીને ફોનને ન છંછેડ્યો અને પ્રક્રિયા પૂરી થવાની રાહ જોઈ હતી, જે બાદ ફોન રીસ્ટાર્ટ થયો હતો.

ફોન રીબૂટ થયા બાદ જ્યારે વેપારીએ બેંક બેલેન્સ તપાસ્યું તો તેમને મોટો ઝટકો લાગ્યો હતો. તેમની જાણ કે સંમતિ વગર બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ બેંક ઓફ બરોડાના ખાતામાંથી ૬૦,૦૦૦ રૂપિયા અને કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડમાંથી ૧૦,૦૦૦ રૂપિયા મળીને કુલ ૭૦,૦૦૦ રૂપિયાની ઠગાઈ થઈ હતી. વેપારીને શંકા છે કે આ નકલી એપ્લિકેશનના માધ્યમથી સાયબર ઠગોએ તેમના ફોનનું રિમોટ એક્સેસ મેળવી લીધું હતું અને આ નાણાકીય ઉચાપતને અંજામ આપ્યો હતો.

આ ઘટના બન્યા બાદ વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ પોર્ટલ પર પોતાની ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ લાલગેટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે અજાણી સોશિયલ મીડિયા લિંક કે શંકાસ્પદ એપ્લિકેશનો ડાઉનલોડ કરવાથી ફોનનો ડેટા અને બેંકિંગ વિગતો જોખમમાં મુકાઈ શકે છે, તેથી નાગરિકોએ હંમેશા સાવચેત રહેવું જોઈએ.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES