JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

દેશમાં આગામી વસ્તી ગણતરી-૨૦૨૭ના બીજા તબક્કાની તૈયારીઓ વેગવંતી, નાગરિકોએ આપવા પડશે ૪૦ પ્રશ્નોના ઉત્તર

Jamnagar Mirror
આગામી ૨૫ જાન્યુઆરી ૨૦૨૭થી દેશભરમાં વસ્તી ગણતરીના બીજા તબક્કાનો પ્રારંભ થશે, જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓને પ્રશ્નોત્તરી અને ડેટા સુરક્ષા અંગે વિશેષ તાલીમ આપવામાં આવી છે.

દેશમાં આગામી વસ્તી ગણતરી-૨૦૨૭ને સુચારુ રીતે પાર પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રથમ રાઉન્ડની સફળતા બાદ હવે આગામી ૨૫ જાન્યુઆરી, ૨૦૨૭થી વસ્તી ગણતરીના બીજા અને મહત્ત્વપૂર્ણ તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી ચાલશે. આ રાઉન્ડ દરમિયાન સમગ્ર દેશમાં ડોર-ટુ-ડોર એટલે કે ઘર-ઘર જઈને ડેટા એકત્રિત કરવાની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવશે, જેને લઈને વહીવટી સ્તરે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ કામગીરીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી આવેલા વિશેષ માસ્ટર ટ્રેનર્સ દ્વારા મનપાના કર્મચારીઓ માટે બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં કર્મચારીઓને હાઉસ લિસ્ટિંગથી માંડીને ડિજિટલ પદ્ધતિથી ડેટા સુરક્ષા જાળવવા સુધીની તમામ ટેકનિકલ બાબતોની ઝીણવટભરી તાલીમ આપવામાં આવી હતી, જેથી ક્ષતિરહિત ડેટા મેળવી શકાય.

આ વખતની વસ્તી ગણતરીની ખાસિયત એ રહેશે કે તે સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી હાથ ધરવામાં આવશે. તાલીમ દરમિયાન કર્મચારીઓને આગામી પ્રશ્નોત્તરીમાં સમાવિષ્ટ કુલ ૪૦ પ્રશ્નો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોએ આ ૪૦ પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. વહીવટી તંત્ર દ્વારા તમામ ચાર્જ અધિકારીઓને ડેટાની ગુણવત્તા જાળવવા અને સમગ્ર પ્રક્રિયાનું ઉત્તમ વ્યવસ્થાપન કરવા માટે વિશેષ સૂચનાઓ પણ આપવામાં આવી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES