JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ધ્રાંગધ્રામાં ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ: સોલડી ગામે એકસાથે ત્રણ અત્યાધુનિક બાયોગેસ પ્લાન્ટનું ભવ્ય ભૂમિપૂજન સંપન્ન

ધ્રાંગધ્રામાં ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ: સોલડી ગામે એકસાથે ત્રણ અત્યાધુનિક બાયોગેસ પ્લાન્ટનું ભવ્ય ભૂમિપૂજન સંપન્ન
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ મોટું પગલું ભરતા ત્રણ સીબીજી (CBG) પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી ખેડૂતોની આવક વધવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા હેઠળ આવતા સોલડી ગામે ઉર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક અને સીમાચિહ્ન સમાન પ્રારંભ કરવામાં આવ્યો છે. આજરોજ અહીં એકસાથે ૦૩ અત્યાધુનિક કોમ્પ્રાઈસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ ઊભા કરવાની મહત્વપૂર્ણ કામગીરીનો શુભારંભ કરાયો હતો, જે અંતર્ગત એક ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ વિશેષ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી પરસોતમ રૂપાલા, આઈ. કે. જાડેજા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિગ્નેશભાઈ મેથાણીયા સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક શીર્ષસ્થ આગેવાનો, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં સ્થાનીક ખેડૂતો અને વેપારી વર્ગ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા ઉપક્રમથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સંઘર્ષો અને ઊર્જા કટોકટીના કારણે તાજેતરમાં સીજીજી (CNG) ગેસની ભારે અછત સર્જાઈ હતી, જેના પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાના અસંખ્ય ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા હતા અને કેટલીક ફેક્ટરીઓ પણ બંધ રાખવી પડી હતી. ભારત તેની કુલ ગેસ જરૂરિયાતના લગભગ ૮૦ ટકા જેટલો હિસ્સો વિદેશી દેશોમાંથી આયાત કરતો હોવાથી, દેશ અને રાજ્યે ઊર્જા ક્ષેત્રે 'આત્મનિર્ભર' બનવું વર્તમાન સમયની સૌથી મોટી માંગ બની ગઈ છે. આ દિશામાં ધ્રાંગધ્રા ખાતે શરૂ થઈ રહેલા આ ત્રણેય પ્લાન્ટ ગેસ ક્ષેત્રે દેશની નિર્ભરતા ઘટાડવામાં અત્યંત પાયાની અને નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

આ નવતર પ્રોજેક્ટ થકી 'કચરામાંથી કંચન' ની ઉક્તિ સાચી સાબિત થશે, જેમાં ખેતપેદાશોના નકામા અવશેષો, પરાળ અને પશુઓના છાણનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરીને ઉત્તમ ગુણવત્તાયુક્ત કોમ્પ્રાઈસ્ડ બાયોગેસ બનાવવામાં આવશે. આ પ્લાન્ટ્સ શરૂ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ૫૦૦ કરતાં વધુ યુવાનોને ઘરઆંગણે જ રોજગારીની સુવર્ણ તકો પ્રાપ્ત થશે. આ સાથે જ, ખેડૂતો પોતાના ખેતરનો નકામો કચરો અને પશુઓનું છાણ આ પ્લાન્ટમાં વેચીને વધારાની આર્થિક કમાણી મેળવી શકશે, જે 'ક્લીન એન્ડ ગ્રીન એનર્જી'ના સ્વપ્નને સાકાર કરવા તરફી એક ક્રાંતિકારી કદ સાબિત થશે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES