JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

બંધારણના અપમાન મુદ્દે અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, 'નાચ ન આએ આંગણ ટેઢા' કહેવત ટાંકીને કર્યા આકરા પ્રહાર

બંધારણના અપમાન મુદ્દે અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, 'નાચ ન આએ આંગણ ટેઢા' કહેવત ટાંકીને કર્યા આકરા પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહન બંધારણ દિવસના એક સેમિનારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કટોકટીના કાળા અધ્યાયને યાદ કરતાં રાહુલ ગાંધી પર બંધારણ અને લોકતાંત્રિક સંસ્થાઓની મજાક ઉડાવવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

નવી દિલ્હી ખાતે બંધારણ દિવસના અવસરે આયોજિત એક વિશેષ સેમિનારમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. શાહે ઉત્તર ભારતની પ્રખ્યાત કહેવત 'નાચ ન આએ આંગણ ટેઢા' ટાંકીને જણાવ્યું હતું કે સતત વીસ વર્ષથી ચૂંટણીઓમાં હારનો સામનો કરી રહેલા રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવવા માટે બંધારણ અને તેની સંસ્થાઓ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ગૃહમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધી એક તરફ બંધારણની મોટી મોટી વાતો કરે છે, તો બીજી તરફ સંસદમાં ચર્ચા કરવાને બદલે તેને રસ્તા પર લઈ જવાની વાત કરે છે અને વિદેશી ધરતી પર જઈને ભારતની છબી ખરાબ કરવાનું કામ કરે છે.

આ ભાષણ દરમિયાન અમિત શાહે ભૂતકાળના ઈતિહાસને વાગોળતા કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને દેશમાં લાદવામાં આવેલી કટોકટીનો મુદ્દો ઉછાળ્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે જે કોંગ્રેસ પક્ષ આજે બંધારણની રક્ષાની દુહાઈ આપી રહ્યો છે, તે જ પક્ષે ભૂતકાળમાં પોતાની જ સરકાર દરમિયાન ૧૮ મહિના સુધી બંધારણીય સ્વતંત્રતાઓને અંધારકોટડીમાં પૂરી રાખી હતી. ચૂંટણી પંચ જેવી લોકતાંત્રિક સંસ્થાઓ અને મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવવા બદલ પણ તેમણે રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. આ પ્રસંગે ગૃહમંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને ભારતના બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાચન કર્યું હતું.

વર્ષ ૨૦૪૭માં સ્વતંત્રતાના શતાબ્દી વર્ષની ઉજવણી અને દેશના વિકાસના વિઝન અંગે વાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે આપણું ધ્યાન કોઈપણ વ્યક્તિ કે રાજકીય નેતાના ભવિષ્ય પર નહીં, પરંતુ માત્ર અને માત્ર 'ભારત માતા'ના ઉત્થાન પર હોવું જોઈએ. તેમણે સંસદમાં એક કોંગ્રેસ નેતા સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિરોધીઓનું ધ્યાન માત્ર વ્યક્તિગત પદો પર હોય છે, જ્યારે અમારો સંકલ્પ એક મહાન ભારતનું નિર્માણ કરવાનો છે. બંધારણ નિર્માતાઓએ આપણને જે પવિત્ર પુસ્તક અને લોકતાંત્રિક માર્ગ આપ્યો છે, તેના પર ચાલીને જ આપણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશું.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES