અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કના ૩૫ વર્ષીય ઉત્સાહી મેયર જોહરાન મમદાની તાજેતરમાં પત્રકારોની ટીમ સામે રમાયેલી એક ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં અણધારી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મેદાન પર ઉતરતાની સાથે જ શાનદાર ગોલ કરીને પોતાની ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપનાર મેયરે મેચ દરમિયાન ઉત્સાહમાં આવીને પોતાના વય અને શારીરિક મર્યાદાનું ભાન ન રાખ્યું. રમત પૂરી થયા બાદ તેમને ખબર પડી કે તેમની ફૂટબોલ પ્રત્યેની દીવાનગી તેમને મોંઘી પડી છે અને તેઓ ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા છે.
ગુરુવારે રાત્રે યોજાયેલી આ રોમાંચક મેચ બાદ શુક્રવારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મેયર મમદાની લાકડીના સહારે (ક્રેચ પર) લંગડાતા લંગડાતા પહોંચ્યા હતા. જ્યારે પત્રકારોએ તેમના આ અચાનક બદલાયેલા અંદાજ વિશે પૂછપરછ કરી, ત્યારે તેમણે ખૂબ જ રમૂજી અને પ્રામાણિક અંદાજમાં ખુલાસો કર્યો કે મેચ શરૂ થતા પહેલા તેમણે કોઈ જ પ્રકારનું વોર્મ-અપ કે સ્ટ્રેચિંગ કર્યું ન હતું. આ નાની એવી બેદરકારી તેમને ભારે પડી અને તેમના પગના મુખ્ય સ્નાયુ એટલે કે અકિલીસ ટેન્ડનમાં ગંભીર ઈજા પહોંચી હતી.
પોતાના વ્યસ્ત કાર્યક્રમ માટે જાણીતા મેયર મમદાનીએ જો કે આ ઈજા વચ્ચે પણ હસતા હસતા જણાવ્યું હતું કે તેમની ટીમે પત્રકારોની મજબૂત ટીમને હાસિલ કરી હાર આપી હતી તેનો તેમને વિશેષ આનંદ છે. ડૉક્ટરોની સલાહ મુજબ તેમને આગામી છ થી આઠ સપ્તાહ સુધી મેડિકલ બૂટ પહેરીને ફરવું પડશે અને સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરીથી લગભગ નવ મહિના પછી ફૂટબોલના મેદાન પર વાપસી કરવાની આશા વ્યક્ત કરી છે.
