JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઇતિહાસનો પ્રવાહ રોકી શકાતો નથી: તાઇવાનના એકીકરણ પર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનો મોટો દાવો

| By JAMNAGAR MIRROR
ઇતિહાસનો પ્રવાહ રોકી શકાતો નથી: તાઇવાનના એકીકરણ પર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનો મોટો દાવો
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં એક કાર્યક્રમ દરમિયાન તાઇવાનના શાંતિપૂર્ણ એકીકરણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ઇતિહાસના પ્રવાહને ક્યારેય રોકી શકાતો નથી અને માતૃભૂમિનું સંપૂર્ણ એકીકરણ નિશ્ચિત છે.

બેઇજિંગ સ્થિત ગ્રેેટ હોલ ઓફ ધ પીપલ ખાતે ક્રાંતિકારી નાયક સનયાત-સેનની ૧૬૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત વિશેષ સમારોહને સંબોધિત કરતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઇવાન મુદ્દે ચીનની પ્રતિબદ્ધતા ફરી એકવાર દોહરાવી હતી. તેમણે પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે તાઇવાનના પ્રશ્નનો ઉકેલ લાવવો એ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનું અડગ ઐતિહાસિક મિશન છે. લોકશાહી રીતે સંચાલિત તાઇવાનને ચીન પોતાનો અભિન્ન ભાગ માને છે, જોકે તાઇવાન આ દાવાને સતત નકારતું આવ્યું છે. આ પ્રસંગે શી જિનપિંગે બળપ્રયોગનો કોઈ ઉલ્લેખ કર્યા વિના 'શાંતિપૂર્ણ એકીકરણ' અને 'વન કંટ્રી, ટુ સિસ્ટમ્સ' ની નીતિ પર વિશેષ ભાર મૂક્યો હતો.

આંતરરાષ્ટ્રીય રાજકારણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતા આ ભાષણમાં શી જિનપિંગે જણાવ્યું હતું કે ચીન 'વન-ચાઇના પ્રિન્સિપલ' ના આધારે તાઇવાન સાથે વાતચીત કરવા માટે હંમેશા તૈયાર છે. તેમણે તાઇવાનની જનતા સહિત તમામ ચીની નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ એક થઈને તાઇવાનની સ્વતંત્રતાની માંગ કરતી અલગતાવાદી શક્તિઓનો સંયુક્તપણે વિરોધ કરે અને ક્રોસ-સ્ટ્રેટ સંબંધોના શાંતિપૂર્ણ વિકાસ માટે પ્રયાસ કરે. ચીન દ્વારા અવારનવાર તાઇવાનની આસપાસ સૈન્ય ગતિવિધિઓ કરવામાં આવતી હોવા છતાં, આ વખતે રાષ્ટ્રપતિ દ્વારા શાંતિપૂર્ણ માર્ગ અપનાવવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે, જે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

ચીન અને તાઇવાન વચ્ચેના સંબંધોમાં સનયાત-સેનની વિચારધારાનું પણ મોટું રાજકીય મહત્વ રહ્યું છે. ચીન સનયાત-સેનને મહાન રાષ્ટ્રીય નાયક અને દેશભક્ત માને છે, જ્યારે તાઇવાનમાં પણ તેમને સત્તાવાર રીતે 'રાષ્ટ્રપિતા' તરીકે માનવામાં આવે છે. જો કે, તાઇવાની સરકારે અગાઉ ચીનને સનયાત-સેનની વિરાસતનું ખોટું અર્થઘટન કરવા સામે ચેતવણી આપી હતી અને નાગરિકોને ચીનના આવા આયોજનોથી દૂર રહેવા અપીલ કરી હતી. આમ, તાઇવાનના પ્રતિકાર અને સ્વતંત્રતાના વલણ છતાં ચીની નેતૃત્વ દ્વારા માતૃભૂમિના સંપૂર્ણ એકીકરણના લક્ષ્યને વળગી રહેવાનો સ્પષ્ટ સંદેશ આંતરરાષ્ટ્રીય મંચ પર આપવામાં આવ્યો છે.

LATEST ARTICLES