વૈશ્વિક ટેકનોલોજી જગતમાં અગ્રણી એવી એનવીડિયા (Nvidia) કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ જેેનસન હુઆંગ હાલમાં ભારે મુશ્કેલીઓમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અમેરિકન કોંગ્રેસના સભ્યો દ્વારા એ વાત પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હુઆંગના કથિત સંબંધો કોઈ ચીની ગુપ્તચર એજન્સી સાથે તો જોડાયેલા નથી ને, જેનાથી યુએસની રાષ્ટ્રીય સુરક્ષા જોખમાઈ શકે છે. કોંગ્રેસમેન જેમી રાસ્કિને આ મામલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હુઆંગના પ્રભાવ અને નાણાકીય લેવડદેવડના કારણે ચીનને અત્યાધુનિક એઆઈ ચિપ્સનું વેચાણ થયું છે કે નહીં અને આ હનીટ્રેપ સ્કીમ દ્વારા અમેરિકી સુરક્ષાને નુકસાન પહોંચ્યું છે કે નહીં તેની તપાસ માટે ઓવરસાઈટ હિયરિંગ યોજવામાં આવશે. સેનેટના ડેમોક્રેટિક નેતા ચક શુમરે પણ આ ગંભીર મુદ્દે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા છે અને કડક દ્વિપક્ષીય કાયદાઓ પસાર કરીને ચીનને અમેરિકી ટેકનોલોજીથી દૂર રાખવા પર ભાર મૂક્યો છે.
આ સમગ્ર વિવાદ માત્ર રાજકીય સ્તરે જ નહીં પરંતુ કોર્પોરેટ જગતમાં પણ વ્યાપક હલચલ મચાવી રહ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, એનવીડિયાનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ કૌભાંડ અને કથિત સંબંધોના ખુલાસા બાદ જેેનસન હુઆંગને સીઈઓ પદેથી હટાવવાની તૈયારી કરી રહ્યું છે. હુઆંગે પોતે ચીની મહિલા સાથેના સંબંધો સ્વીકારી લીધા છે અને આ મામલે કંપનીના કર્મચારીઓ સાથે બેઠકોમાં ચર્ચા પણ કરી છે. એનવીડિયાના બોર્ડે આ મામલે કાયદાકીય પેઢી વોચટેલ, લિપ્ટન, રોસેન એન્ડ કાત્ઝ મારફતે સત્તાવાર તપાસ પણ શરૂ કરી દીધી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, હુઆંગના કંપનીના જ એક અન્ય ઉચ્ચ અધિકારી સાથેના અંગત સંબંધોના વીડિયો સામે આવ્યા બાદ આ વિવાદ વધુ વણસ્યો હતો.
આ આંતરિક અને બાહ્ય કટોકટીની સીધી અસર કંપનીના આર્થિક પાસાઓ પર પણ સ્પષ્ટ વર્તાઈ રહી છે. જાસૂસી અને સુરક્ષાના આ ગંભીર આરોપોને કારણે એનવીડિયાના શેરના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જ્યાં બુધવારે મોડી સાંજે ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરમાં ૮ ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો હતો, જે વૈશ્વિક સ્તરે સૌથી મૂલ્યવાન પબ્લિકલી ટ્રેડેડ કંપનીઓમાંની એક એવી એનવીડિયા માટે મોટો આંચકો છે. સીએસબીના અહેવાલો અનુસાર આ સેલ-ઓફથી રોકાણકારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૯૩માં સ્થપાયેલી આ કંપની આજે વિશ્વની અગ્રણી એઆઈ ફર્મને પાવર આપતી સેમિકન્ડક્ટર ચિપ્સ ડિઝાઇન કરે છે, જેના કારણે આ ટેકનોલોજી અત્યંત સંવેદનશીલ છે અને ચીન જેવા દેશોમાં તેની નિકાસ પર કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
