આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે જગતની અગ્રણી કંપની ગણાતી એનવીડિયાના સહ-સ્થાપક અને સીઈઓ જેેનસન હુઆંગ હાલમાં ગંભીર વિવાદોમાં સપડાયા છે. અમેરિકી મીડિયા અહેવાલો અનુસાર, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા હુઆંગને તેમના પદ પરથી હટાવવા માટે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે ૬૩ વર્ષીય એજ્યુકેટીવ હુઆંગ પર ચીન માટે જાસૂસી કરવાનો આરોપ ધરાવતી એક મહિલા સાથે વિવાદાસ્પદ સંબંધો હોવાના ખુલાસા થયા છે. આ ઘટનાક્રમને કારણે ટેક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ઘટનાની વિગતો મુજબ, જેેનસન હુઆંગે સિંગાપોર સ્થિત કંપનીની એક સિનિયર એજ્યુકેટીવ એલિસ હુઆંગ સાથેના સંબંધોની જાહેરમાં કબૂલાત કરી હતી, જેમને અમેરિકી ગુપ્તચર એજન્સીઓ દ્વારા ચીનના મંત્રાલયના સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત, ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ હુઆંગના કંપનીના જ હેલ્થ કેર વાઈસ પ્રેસિડેન્ટ કિંબર્લી પોવેલ સાથે પણ અન્ય એક પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે, જેના વિડિયો પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. આ તમામ વ્યક્તિગત વિવાદો અને વિદેશી ગુપ્તચર એજન્સી સાથેના જોડાણના અહેવાલો બાદ એનવીડિયાના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે અને શેરહોલ્ડર્સે કંપની વિરુદ્ધ ક્લાસ એક્શન મુકદ્દમો પણ દાખલ કર્યો છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનવીડિયાના બોર્ડે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે, જેમાં જેેનસન હુઆંગે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે. અમેરિકી સંસદે પણ તેમને આ મામલે બંધ બારણે સ્પષ્ટતા માટે બોલાવ્યા છે. એકતરફ જ્યાં AI ઇન્ડસ્ટ્રીની તેજીને કારણે એનવીડિયાએ બજારમાં અપાર સફળતા મેળવી છે અને હુઆંગ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પણ મંચ પર નજરે પડ્યા છે, તો બીજી તરફ આ વ્યક્તિગત કટોકટીએ તેમની કારકિર્દી સામે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે. કંપનીના ભવિષ્ય અને નેતૃત્વ પર છવાયેલા આ કાળા વાદળો આગામી દિવસોમાં ટેકનોલોજી જગતમાં મોટા બદલાવ લાવવા માટે જવાબદાર બની શકે છે.
