JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬: નવી મુંબઈ દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર, રેવા અને રુદ્રપુરે પણ મેળવ્યા શીર્ષ સ્થાન

| By JAMNAGAR MIRROR
સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬: નવી મુંબઈ દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર, રેવા અને રુદ્રપુરે પણ મેળવ્યા શીર્ષ સ્થાન
નવી દિલ્હીમાં આયોજિત ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬ના વિજેતાઓની જાહેરાત કરી છે. જેમાં નવી મુંબઈએ 'સ્વચ્છ શહર લીગ' કેટેગરીમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને બાજી મારી છે.

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે બુધવારે યોજાયેલા એક વિશેષ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 'સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬'ના વિજેતાઓને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. 'સ્વચ્છ ભારત મિશન-અર્બન' અંતર્ગત યોજાયેલા આ વાર્ષિક સર્વેક્ષણનું આ દસમું વર્ષ હતું, જેણે દેશભરના શહેરોમાં સ્વચ્છતા અને શહેરી સ્વચ્છતાના પ્રત્યે જાગૃતિ વધારવામાં મોટું યોગદાન આપ્યું છે. આ વર્ષે આ સર્વેક્ષણ 'સ્વચ્છતા કી નયી પહેલ- બઢાયે હાથ, કરે સફાઈ સાથ' થીમ પર આધારિત હતું, જેમાં નાગરિકોની સક્રિય ભાગીદારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૧૬માં માત્ર ૭૩ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી શરૂ થયેલું આ અભિયાન હવે વ્યાપક બનીને આજના સમયમાં ૪,૭૫૧ કરતા વધુ શહેરોને આવરી ચૂંક્યું છે. આ વિશાળ સર્વેક્ષણમાં નવી મુંબઈએ શાનદાર પ્રદર્શન કરતા 'સ્વચ્છ શહર લીગ' કેટેગરીમાં દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ પોતાના નામે કર્યો છે, જ્યારે સુરત અને વિજયવાડા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. આ કેટેગરી શહેરોને કચરાના યોગ્ય નિકાલ, કચરામુકતી અને એકંદર સ્વચ્છતાના ધોરણો પર મૂલ્યાંકન કરે છે, જેથી સ્થાનિક સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવવાની સ્વસ્થ સ્પર્ધા રહે.

આ વખતના સર્વેક્ષણમાં વિવિધ વિશેષ કેટેગરીઝમાં પણ શહેરોનું સન્માન કરવામાં આવ્યું છે, જેમાં મધ્યપ્રદેશના રેવાએ સૌથી સ્વચ્છ નદી કિનારાના (રિવરફ્રન્ટ) શહેરોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે બિલાસ્પુર અને વારાણસીએ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત, ઉત્તરાખંડના રુદ્રપુરે સૌથી સ્વચ્છ હિમાલયન શહેર તરીકે બાજી મારી છે અને જમ્મુ આ શ્રેણીમાં બીજા ક્રમે રહ્યું છે. આ સર્વેક્ષણનું ક્ષેત્રફળ વધારીને નાગરિકોના અભિપ્રાય, જળાશયોની સ્વચ્છતા, પ્રવાસન સ્થળોની જાળવણી અને શાળાઓમાં વર્તણૂક બદલવાની પહેલ જેવા મહત્વના મુદ્દાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.

LATEST ARTICLES