જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, વેપાર અને ધન-સંપત્તિના કારક તરીકે વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં જ ભાઈબીજના પવિત્ર દિવસે સવારે 5 વાગ્યેને 40 મિનિટે બુધનો ઉદય થયો છે, જેની સીધી અસર માનવ જીવન અને વિવિધ રાશિઓ પર જોવા મળી રહી છે. આ ગ્રહયોગના પ્રભાવથી ખાસ કરીને પાંચ રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલ્યા છે. નોકરી કરતા વ્યાવસાયિકોને કાર્યક્ષેત્રમાં નવી તકો સાંપડશે, જ્યારે વેપારી વર્ગ માટે આ સમય મોટો આર્થિક નફો કમાવવાનો સાબિત થઈ રહ્યો છે.
આ સકારાત્મક પરિવર્તનનો સૌથી વધુ લાભ વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકોને મળી રહ્યો છે. વૃષભ રાશિના લોકોને બેંકિંગ અને નાણાકીય લેવડ-દેવડમાં સરળતા રહેશે તેમજ કલા અને લેખન ક્ષેત્રે પ્રશંસા મળશે. મિથુન રાશિના જાતકોના જીવનમાં ખુશખબરનો દોર શરૂ થશે અને કમાણીના નવા રસ્તા ખુલવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. જ્યારે કર્ક રાશિના જાતકોને જમીન-પ્રોપર્ટીના મામલામાં સફળતા મળવાની સાથે અગાઉ કરેલા રોકાણમાંથી ઉત્તમ રિટર્ન પ્રાપ્ત થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ સિવાય કન્યા અને ધન રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ અને ફળદાયી નીવડશે. કન્યા રાશિના લોકો પોતાની કુશળ વાતચીત શૈલીથી સૌને પ્રભાવિત કરશે અને પરિવારમાં ચાલી આવતી જૂની સમસ્યાઓનો અંત આવશે. ધન રાશિના વ્યાપારી વર્ગને અણધાર્યો નફો થવાની સાથે લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને ભાઈ-બહેનોનો સહયોગ મળશે. એકંદરે, આ પાંચેય રાશિના જાતકો માટે આર્થિક સંકટોમાંથી મુક્તિ મેળવીને સુખી ભવિષ્ય તરફ આગળ વધવાનો આ ઉત્તમ સમય છે.
