JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પાકિસ્તાનમાં ભીષણ આતંકી હુમલો: ડીએસપી સહિત ૧૧ પોલીસ જવાનો શહીદ, ૧૨ ઈજાગ્રસ્ત

| By JAMNAGAR MIRROR
પાકિસ્તાનમાં ભીષણ આતંકી હુમલો: ડીએસપી સહિત ૧૧ પોલીસ જવાનો શહીદ, ૧૨ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગેરકાયદે ખનન વિરોધી દરોડા પાડવા જઈ રહેલા પોલીસ કાફલા પર આતંકીઓએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ખૂની હુમલામાં એક ડીએસપી સહિત ૧૧ સુરક્ષાકર્મીઓના મોત થયા છે જ્યારે ૧૨ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં એક અત્યંત દર્દનાક અને હચમચાવનારી ઘટના સામે આવી છે. બુધવારે પોલીસનો એક કાફલો ગેરકાયદે સોનાના ખનન સામે કડક કાર્યવાહી કરવા માટે દરોડો પાડવા રવાના થયો હતો, તે દરમિયાન કોહાટ અને કરક જિલ્લા વચ્ચે આવેલા દરબોકાચ જલંધર બાંદા વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેલા હથિયારધારી આતંકીઓએ પોલીસ ટીમ પર ઓચિંતો હુમલો કરી દીધો હતો. આ ભીષણ ગોળીબારમાં એક ડીએસપી સહિત ૧૧ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે જ શહીદ થઈ ગયા હતા, જ્યારે અન્ય ૧૨ જવાનો ગંભીર ઈજાઓ સાથે જીવન અને મૃત્યુ વચ્ચે જંગ લડી રહ્યા છે.

આ નિર્દયી હુમલાને અંજામ આપ્યા બાદ ક્રૂર આતંકીઓટલે આટલેથી ન અટક્યા પરંતુ પોલીસ કાફલાને નિશાન બનાવીને તેમના પાંચ વાહનોને પણ આગના હવાલે કરી દીધા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘટનાની પુષ્ટિ કરતા કોહાટ પોલીસના પ્રવક્તા મોહમ્મદ નૌમાન જેબે જણાવ્યું હતું કે હુમલાખોરોની હજુ સુધી ચોક્કસ ઓળખ કે સંખ્યા સામે આવી નથી, પરંતુ સુરક્ષા દળો દ્વારા વિસ્તારને ચારેય બાજુથી ઘેરીને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અચાનક થયેલા હુમલાથી સ્થાનિક પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને શહીદ થયેલા જવાનોના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનેલી આ ઘટના પાકિસ્તાનમાં વણસી રહેલી સુરક્ષા વ્યવસ્થાઓની પોલ ખોલી નાખે છે. છેલ્લા કેટલાક સમયથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ અને સુરક્ષા દળોને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સરકાર અને સુરક્ષા એજન્સીઓની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટાના આંકડા મુજબ, વર્ષ ૨૦૨૨માં પાકિસ્તાનમાં ૬૫૮ આતંકી હુમલા નોંધાયા હતા, જે ૨૦૨૫માં વધીને ૨,૪૨૫ પર પહોંચી ગયા છે. માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં આતંકી હુમલાઓમાં ચાર ગણો વધારો થયો છે, જે સાબિત કરે છે કે પાકિસ્તાનની સરકાર આંતરિક આતંકવાદને ડામવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે.

LATEST ARTICLES