JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પ્રાઇવસી અને સુરક્ષા વિવાદ: એનવીડિયાના સીઈઓ જેનસેન હુઆંગે બે મોટા એઆઈ કાર્યક્રમો રદ કર્યા

| By JAMNAGAR MIRROR
પ્રાઇવસી અને સુરક્ષા વિવાદ: એનવીડિયાના સીઈઓ જેનસેન હુઆંગે બે મોટા એઆઈ કાર્યક્રમો રદ કર્યા
એનવીડિયાના સીઈઓ જેનસેન હુઆંગે અંગત સંબંધોના ખુલાસા અને ચીની જાસૂસીની તપાસ વચ્ચે એન્થ્રોપિક અને ઇલેવન લેબ્સના આગામી સમિટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. કંપનીના બોર્ડ દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસ શરૂ કરવામાં આવી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જગતના દિગ્ગજ અને એનવીડિયા (Nvidia) ના સીઈઓ જેનસેન હુઆંગ તાજેતરમાં સામે આવેલા અંગત વિવાદો અને સુરક્ષા ચિંતાઓને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. મોન્ટેસિટી ખાતે યોજાનારી એન્થ્રોપિકની પ્રાઇવેટ સીઈઓ ફોરમ અને ન્યૂયોર્ક ખાતેની ઇલેવન લેબ્સ સમિટમાંથી તેમણે ભાગ લેવાનું રદ કર્યું છે. અગાઉના આયોજન મુજબ તેઓ આ બંને વૈશ્વિક કાર્યક્રમોમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના હતા અને એઆઈના ભવિષ્ય અંગે ચર્ચા કરવાના હતા, પરંતુ તાજેતરની ઘટનાઓને પગલે તેમના નામ અને તસવીરો ઇવેન્ટના શેડ્યુલમાંથી હટાવી લેવામાં આવ્યા છે.

આ અચાનક ફેરફારો પાછળ જેનસેન હુઆંગ દ્વારા તાજેતરમાં જ પોતાની પત્ની પ્રત્યે વફાદાર ન રહ્યા હોવાની સ્વીકાર્યુ હોવાનું કારણ છે, જેના માટે તેમણે પોતાના પરિવાર અને કંપનીના કર્મચારીઓ સમક્ષ જાહેરમાં માફી પણ માંગી હતી. આ અંગત સ્વીકાર બાદ એનવીડિયાના બોર્ડે એક સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા છે કે શું સીઈઓ વિદેશી ગુપ્તચર એજન્સીના કોઈ ટાર્ગેટ કે ઓપરેશનનો ભોગ બન્યા હતા કે નહીં. હુઆંગે આ તપાસને સંપૂર્ણ સમર્થન આપવાની અને તેમાં પૂરો સહકાર આપવાની ખાતરી આપી છે.

આ સમગ્ર વિવાદ સિંગાપોર સ્થિત એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની મેગાસપીડ (Megaspeed) ની એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ સાથેના જેનસેન હુઆંગના સંબંધોના અહેવાલો બાદ વકર્યો છે. યુએસ અધિકારીઓની શંકા છે કે એલિસ હુઆંગ ચીની ગુપ્તચર એજન્સી સાથે સંકળાયેલા હોઈ શકે છે. નોંધનીય છે કે મેગાસપીડે છેલ્લા બે વર્ષમાં અબજો ડોલરના એનવીડિયા ચિપ્સની ખરીદી કરી હતી અને નિકાસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ચીની વ્યવસાયોને ચિપ્સ પૂરી પાડવામાં આવી છે કે કેમ તેની તપાસ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેને લઈને અમેરિકી સંસદ અને સમિતિઓ પણ સક્રિય થઈ છે.

LATEST ARTICLES