JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સેન્સેક્સની શાનદાર વાપસી: ૧૦ સત્રમાં ૧૨% ઉછાળો, રોકાણકારો માટે શું છે નવી રણનીતિ?

| By JAMNAGAR MIRROR
સેન્સેક્સની શાનદાર વાપસી: ૧૦ સત્રમાં ૧૨% ઉછાળો, રોકાણકારો માટે શું છે નવી રણનીતિ?
યુએસ-ઈરાન યુદ્ધના નુકસાનને પાર કરીને ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. માત્ર દસ જ સત્રોમાં સેન્સેક્સ ૧૧.૮ ટકા ઉછળ્યો છે ત્યારે નિષ્ણાતોએ રોકાણકારો માટે સાવચેતી અને ગુણવત્તા આધારિત રોકાણની સલાહ આપી છે.

છેલ્લા દસ જ ટ્રેડિંગ સેશનમાં બીએસઈ સેન્સેક્સમાં અંદાજે ૮,૬00 પોઈન્ટનો એટલે કે ૧૧.૮ ટકાનો જંગી વધારો નોંધાયો છે. આ તેજી પાછળ ભૌગોલિક રાજકીય ચિંતાઓમાં ઘટાડો, ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા ભારે ખરીદી અને કંપનીઓના સંતોષકારક ત્રિમાસિક પરિણામો મુખ્ય કારણો રહ્યા છે. ખાસ કરીને યુએસ ચૂંટણીના પરિણામો બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટ્રેડ નબળો પડતાં વૈશ્વિક રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારો તરફ વળ્યા છે. નિષ્ણાતોના મતે, આ તેજી માત્ર અસ્થાયી નથી પરંતુ મધ્યમ ગાળા માટે બજારનો દૃષ્ટિકોણ સકારાત્મક જળવાઈ રહ્યો છે, જોકે બજારમાં થોડું કન્સોલિડેશન જોવા મળી શકે છે.

વર્તમાન બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ પોતાની રોકાણ રણનીતિમાં ફેરફાર કરવો જરૂરી બન્યો છે. નાણાકીય નિષ્ણાતોના સૂચન મુજબ, રોકાણકારોએ આ તેજી પાછળ આંધળી દોટ મૂકવાને બદલે બજારના ઘટાડાનો લાભ લઈને ગુણવત્તાયુક્ત શેરો ધીમે ધીમે એકત્રિત કરવા જોઈએ. નબળા દેખાવ ધરાવતી કંપનીઓમાંથી બહાર નીકળીને મજબૂત બેલેન્સ શીટ અને ટકાઉ વૃદ્ધિ ધરાવતા બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પોર્ટફોલિયોમાં લાર્જકેપ શેરોને ૫૦ થી ૫૫ ટકા જેટલું મુખ્ય સ્થાન આપવું સલાહભર્યું છે, જ્યારે મિડકેપમાં પસંદગીના રોકાણો કરવા અને સ્મોલકેપમાં અત્યંત સાવચેતી રાખવી અનિવાર્ય છે.

ભવિષ્યના સેક્ટરલ વલણોની વાત કરીએ તો, નિષ્ણાતો બેન્કિંગ, ઓટોમોબાઈલ, હેથકેર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ અને ગ્રાહક લક્ષી કંપનીઓ તરફ સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે SIP ચાલુ રાખવી એ જ સૌથી સમજદારીભર્યું પગલું છે કારણ કે બજારની શિસ્ત જ લાંબા ગાળે મોટું વળતર અપાવે છે. પોર્ટફોલિયોની સમીક્ષા કરવી યોગ્ય છે પરંતુ બજારના ઉતાર-ચઢાવ વચ્ચે કોઈ મોટા ભાવનાત્મક નિર્ણયો લેવાના બદલે ગુણવત્તાયુક્ત અને ડાઇવ્ડિફાઇડ પોર્ટફોલિયો જાળવવો એ જ સંપત્તિ સર્જનની સાચી ચાવી છે.

LATEST ARTICLES