JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરની યશસ્વી ચરકે સ્કોટલેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાં ડંકો વગાડ્યો, બે મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું

Nov 11, 2026 | 18:35 | By JAMNAGAR MIRROR
જામનગરની યશસ્વી ચરકે સ્કોટલેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાં ડંકો વગાડ્યો, બે મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું
સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરની તેજસ્વી ખેલાડી યશસ્વી સિંહ ચરકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ક્લબ કેટેગરીમાં સિલ્વર અને એલિટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

વર્લ્ડ કરાટે ફેડરેશન (WKF) ના નેજા હેઠળ ગત 4 થી 8 નવેમ્બર દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે પ્રતિષ્ઠિત કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈશ્વિક સ્પર્ધામાં વિશ્વભરના ખેલાડીઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું, જેમાં ભારતના પ્રતિનિધિ તરીકે મેદાનમાં ઉતરેલી જામનગરની કરાટે ખેલાડી યશસ્વી સિંહ ચરકે અદ્ભુત કૌશલ્ય દાખવ્યું હતું. તેણે કડક સ્પર્ધા વચ્ચે પોતાની કાબિલેયતના બળે ક્લબ કેટેગરીમાં સિલ્વર મેડલ અને અત્યંત સ્પર્ધાત્મક ગણાતી એલિટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે અને દેશ તેમજ પોતાના વતનનું ગૌરવ વધાર્યું છે.

વિશ્વસ્તરે પોતાની સિક્કો જમાવનાર યશસ્વી આ સફળતા પાછળ તેની કઠોર મહેનત અને યોગ્ય માર્ગદર્શનને શ્રેય આપે છે. તે જામનગર ખાતે આવેલી પ્રખ્યાત ઉત્કલ કરાટે સ્કૂલ (રિલાયન્સ ગ્રીન્સ) માં નિયમિતપણે કરાટેની આકરી તાલીમ મેળવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બે મોટા મેડલ જીત્યા બાદ અત્યંત ગર્વ અનુભવતી યશસ્વીએ પોતાના મુખ્ય કોચ ઉમાકાંત સેનાપતિના માર્ગદર્શન તેમજ આ સફરમાં સતત પ્રોત્સાહન પૂરું પાડનાર તમામ અગ્રણીઓ અને સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે તેને આ મુકામ સુધી પહોંચાડવામાં મોટો સહકાર આપ્યો છે.

આ ભવ્ય સફળતા પાછળ અનેક સંસ્થાઓ અને વહીવટી સહયોગનું પણ મોટું યોગદાન રહેલું છે. યશસ્વીને આ વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવા માટે ડી.એસ.ઓ. (DSO) જામનગર, કે.ડી.એફ. (KDF), કે.આઈ.ઓ. (KIO), આર.એસ.સી.સી. (RSCC) અને કે.ડી.એઈ.આર.એફ.એસ. (KDARFS) તરફથી ઉત્તમ ટેકનિકલ તાલીમ અને જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રમતગમત ક્ષેત્રે સતત પ્રોત્સાહન આપવા બદલ રિલાયન્સ મેનેજમેન્ટ તેમજ જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો છે, જેના કારણે આ ખેલાડી આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બની શકી.

LATEST ARTICLES