JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

નેશનલ ચિકન સેન્ડવિચ ડે નિમિત્તે ફૂડ ચેઈન્સની આકર્ષક ઓફર્સ: મફતમાં મળશે ટેસ્ટી સેન્ડવિચ

| By JAMNAGAR MIRROR
નેશનલ ચિકન સેન્ડવિચ ડે નિમિત્તે ફૂડ ચેઈન્સની આકર્ષક ઓફર્સ: મફતમાં મળશે ટેસ્ટી સેન્ડવિચ
આગામી ૯ નવેમ્બરે ઉજવાનારા નેશનલ ચિકન સેન્ડવિચ ડે પર અમેરિકાની જાણીતી રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકો માટે ફ્રી સેન્ડવિચ, બાય-વન-ગેટ-વન અને ખાસ ડિસ્કાઉન્ટ ઓફર્સની જાહેરાત કરવામાં આવી છે.

અમેરિકામાં ખાણીપીણીના શોખીનો માટે આગામી ૯ નવેમ્બરનો દિવસ અત્યંત રોમાંચક બનવા જઈ રહ્યો છે, કારણ કે દેશભરમાં 'નેશનલ ફ્રાઈડ ચિકન સેન્ડવિચ ડે'ની ધામધૂમથી ઉજવણી થવાની છે. આ ખાસ અવસર પર પોપાઈઝ, મેકડોનાલ્ડ્સ, કેએફસી અને બફલો વાઇલ્ડ વિંગ્સ સહિતની અગ્રણી ફાસ્ટ-ફૂડ ચેઈમ્સે ગ્રાહકોને આકર્ષવા માટે શાનદાર સ્કીમ્સ રજૂ કરી છે. રેસ્ટોરન્ટ્સ દ્વારા ફ્રી સેન્ડવિચ આપવા ઉપરાંત માત્ર બે ડૉલરમાં સ્વાદિષ્ટ સેન્ડવિચ અને 'બાય-વન-ગેટ-વન-ફ્રી' જેવી આકર્ષક ઓફર્સની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે ફૂડ લવર્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ઉત્સવનો લાભ લેવા માટે વિવિધ બ્રાન્ડ્સ દ્વારા અલગ-અલગ નિયમો અને શરતો રાખવામાં આવી છે, જે મોટે ભાગે તેમની મોબાઈલ એપ્લિકેશન કે વેબસાઈટ દ્વારા મેળવી શકાશે. લોકપ્રિય બ્રાન્ડ પોપાઈઝ ૧૦ ડૉલર કે તેથી વધુની ખરીદી પર ગ્રાહકોને ક્લાસિક, સ્પાઈસી અથવા હની બાર્બેક ચિકન સેન્ડવિચ ફ્રી આપી રહી છે, જ્યારે મેકડોનાલ્ડ્સ પોતાની એપ દ્વારા માત્ર બે ડૉલરમાં જ રેગ્યુલર અને સ્પાઈસી મેકક્રિસ્પી સેન્ડવિચ ઓફર કરી રહી છે. આ ઉપરાંત કેએફસી, બર્ગર કિંગ અને જોલીબી જેવી દિગ્ગજ કંપનીઓએ પણ પોતાના રિવોર્ડ મેમ્બર્સ માટે ઓનલાઈન ઓર્ડર પર મફત સેન્ડવિચ કે એક સાથે બીજી સેન્ડવિચ બિલકુલ ફ્રી આપવાની ઘોષણા કરી છે.

આ ખાસ સેન્ડવિચ ડે ની મજા ફક્ત એક દિવસ પૂરતી સીમિત નથી, પરંતુ કેટલીક બ્રાન્ડ્સ આ ઉજવણીને લંબાવી રહી છે. વિંગસ્ટોપ અને શૅક શૅક જેવી રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકોને નિયત ખરીદી પર એકથી વધુ દિવસો સુધી ફ્રી ચિકન સેન્ડવિચ મેળવવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. હાર્ડીઝ, વ્હોટબર્ગ૨ અને ક્રિસ્ટલ જેવી ખ્યાતનામ ફૂડ ચેઈમ્સે પણ પ્રાઇસ કટ અને સ્પેશિયલ કૂપન્સ દ્વારા ગ્રાહકોના ખિસ્સાને રાહત આપી છે. આમ, ફૂડ પ્રેમીઓ માટે આ અનોખો દિવસ સ્વાદ અને બચત બંનેની દ્રષ્ટિએ યાદગાર સાબિત થવાનો છે.

LATEST ARTICLES