દિવાળી અને નૂતન વર્ષના આ પાવન અને ઉત્સાહવર્ધક પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતભરના નાગરિકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ પ્રકાશપર્વને કેવળ દીવાઓનો તહેવાર નહીં પરંતુ જ્ઞાન, ઉજાસ અને સકારાત્મકતાનો મહાઉત્સવ ગણાવ્યો છે. પોતાના સંદેશમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ દીપોત્સવી દરેક નાગરિકના જીવનમાં નવો ઉમંગ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે, જેથી દરેકનું જીવન સુખ અને સમૃદ્ધિથી મહેકી ઉઠે.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષે રાજ્યની અગ્રેસર પ્રગતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના ભવ્ય સંકલ્પને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાત આજે વિકાસના પંથે હરણફૂલ ભરી રહ્યું છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી નીતિઓ અને જમીની સ્તરે થઈ રહેલા વિકાસ કાર્યોનીમુક્તકંઠે પ્રશંસા કરી હતી. સરકાર અને જનતાના સહિયારા પ્રયાસોથી રાજ્ય નિતનવા કીર્તિસ્થાપો સ્થાપિત કરી રહ્યું છે તેવો ગર્વ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
નવા વર્ષના પ્રારંભે પ્રદેશ અધ્યક્ષે રાજ્યના તમામ નાગરિકોને એક સકારાત્મક અપીલ કરતા પ્રજાકલ્યાણના કાર્યોમાં સક્રિયપણે સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે નવી ઊર્જા અને મક્કમ નિર્ધાર સાથે આપણે સૌએ સાથે મળીને સમાજના ઉત્થાન માટે કામ કરવું જોઈએ. અંતમાં, આગામી નૂતન વર્ષ પ્રત્યેક નાગરિકના જીવનમાં અખૂટ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે એવી હાર્દિક ઈશ્વરીય પ્રાર્થના સાથે તેમણે સૌને નવા વર્ષની મંગલકામનાઓ પાઠવી હતી.
