પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત કાલીઘાટ વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય સામાન્ય સચિવ અભિષેક બેનર્જીના જન્મદિવસની ઉજવણી દરમિયાન ભારે હિંસા અને ઘર્ષણ જોવા મળ્યું હતું. રાત્રે અઢી વાગ્યાની આસપાસ અભિષેક બેનર્જીના નિવાસસ્થાન બહાર ભાજપ અને ટીએમસીના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી અને પથ્થરમાબાજી સુધી પહોંચી ગયો હતો. આ ઘટનામાં બંને પક્ષના કેટલાક કાર્યકરો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અભિષેક બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બે દિવસથી તેમના ઘરની રેકી કરવામાં આવી રહી હતી અને પૂર્વ આયોજિત પ્લાન મુજબ ભાજપના કાર્યકરોએ તેમના ઘર પર હુમલો કર્યો હતો.
આ ગંભીર ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી તાત્કાલિક કાલીઘાટ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સમગ્ર મામલાની જાણ કરી છે. મમતા બેનર્જીએ કાલી પૂજા અને દિવાળીના તહેવાર ટાણે પરંપરાગત પૂજાઓની મંજૂરી રદ કરવા સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, અભિષેક બેનર્જીએ પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા દાવો કર્યો હતો કે ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ મૂકપ્રેક્ષક બન્યા રહ્યા હતા અને કેટલાક પોલીસ અધિકારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર વિવાદ અંગે ભારતીય જનતા પાર્ટીએ ટીએમસીના તમામ આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે. ભાજપના નેતાઓએ દિનપાલ ઘોષ અને સુકાંત મજમુતારે જણાવ્યું હતું કે સાર્વજનિક રસ્તાઓ અને ફૂટપાથ પર જન્મદિવસની ઉજવણી કરીને ટીએમસી કાર્યકરોએ જ જનતાને ઉશ્કેરવાનું કામ કર્યું છે. કાલી પૂજાના આગલા દિવસે રસ્તાઓ બ્લોક કરવાને કારણે સ્થાનિક નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. હાલમાં પોલીસે આ મામલે કડક પગલાં લેતા અભિષેક બેનર્જીના ઘરની આસપાસ પ્રતિબંધિત આદેશો (કલમ ૧૪૪) લાગુ કરી દીધા છે અને કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, જ્યારે રાજ્યમાં વધતા રાજકીય તણાવને પગલે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
