અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન એવી ઓવલ ઓફિસમાં આ વર્ષે દીવાળીનો તહેવાર ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે દીવા પ્રગટાવીને આ પવિત્ર પર્વની શરૂઆત કરી હતી. આ વિશેષ પ્રસંગમાં ટ્રમ્પ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ભારતીય-અમેરિકન સમુદાયના દિગ્ગજ ઉદ્યોગસાહસિકો અને ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્હાઇટ હાઉસમાં યોજાયેલી આ અદકેરી ઉજવણીએ ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક સેતુને વધુ મજબૂત બનાવ્યો હતો.
આ ભવ્ય સમારોહમાં માઇક્રોન ટેકનોલોજીના સંજય મેહરોત્રા, આઈબીએમના સીઈઓ અરવિંદ કૃષ્ણા, એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ, યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ હેલ્થના ડિરેક્ટર ડૉ. જય ભટ્ટાચાર્ય તેમજ અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વત્રાએ વિશેષ હાજરી આપી હતી. આ ઉપરાંત સેલિબ્રિટી શેફ વિકાસ ખન્ના, ઉદ્યોગસાહસિક વિશાલ ગોંડલ, રૂબી ધલ્લા અને રાજિવ શર્મા સહિતના અનેક નામાંકિત મહાનુભાવો પણ આ ગરિમાપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા હતા. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ડેપ્યુટી કમિશનર અર્જુન મોદીની ઉપસ્થિતિએ આ કાર્યક્ષમને વધુ વિશેષ બનાવ્યું હતું.
ઉજવણી દરમિયાન એક ભાવનાત્મક ક્ષણે ઉદ્યોગસાહસિક વિશાલ ગોંડલે પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને સંત તુલસીદાસ રચિત પવિત્ર 'હનુમાન ચાલીસા' ભેટ આપી હતી, જે સાહસ, નિષ્ઠા અને આંતરિક શક્તિનું પ્રતીક છે. દીવા પ્રગટાવવાની આ પરંપરાની શરૂઆત વર્ષ ૨૦૦૩માં પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ બુશ દ્વારા કરવામાં આવી હતી, જેને બાદમાં બરાક ઓબામા સહિતના રાષ્ટ્રપતિઓએ White House માં આગળ ધપાવી હતી. આ વર્ષની ઉજવણીએ અંધકાર પર પ્રકાશના વિજય સાથે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતાને નવી ઊંચાઈઓ આપી છે.
