JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગાઝિયાબાદના સંસ્કારોએ અમેરિકા સુધી પહોંચાડ્યા: મૂળ ભારતીય સબા હૈદરે ઇલિનોઇસમાં રચ્યો ઇતિહાસ

| By JAMNAGAR MIRROR
ગાઝિયાબાદના સંસ્કારોએ અમેરિકા સુધી પહોંચાડ્યા: મૂળ ભારતીય સબા હૈદરે ઇલિનોઇસમાં રચ્યો ઇતિહાસ
ગાઝિયાબાદના ઉછેર અને માતા-પિતાના પરોપકારી વિચારોને પોતાની સફળતાનું શ્રેય આપનાર મૂળ ભારતીય સબા હૈદરે અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવીને ઇલિનોઇસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સ્થાન મેળવ્યું છે.

उत्तर प्रदेशના ગાઝિયાબાદમાં ઉછરેલી અને મૂળ બુલંદશહરના ઔરંગાબાદ સાથે કનેક્શન ધરાવતી સબા હૈદરે અમેરિકાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર બ્રાયન સ્કોપાને હરાવીને ઇલિનોઇસના ૮૪મા હાઉસ ડિસ્ટ્રિક્ટમાંથી ૭૦.૯ ટકા એટલે કે ૨૦,૭૫૬ મતો સાથે આ મોટી જીત હાસલ કરી છે. આ સાથે જ સબા ઇલિનોઇસ જનરલ એસેમ્બલી માટે ચૂંટાયેલા પ્રથમ દક્ષિણ એશિયન મહિલા બનીને એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક વિજય બાદ સબાએ પોતાના બાળપણ અને પરિવારના સંસ્કારોને યાદ કરતા જણાવ્યું હતું કે તેમના જીવનની આ સફર ગાઝિયાબાદના પાયા પર જ ઊભી છે.

સબા હૈદરે પોતાના બાળપણના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે તેમનો પરિવાર હંમેશાં નિઃસ્વાર્થભાવે લોકોની સેવામાં માનતો હતો. તેમના પિતા સરકારી ઇજનેર હતા જેઓ દરરોજ નોકરી માટે અડોશ-પડોશના શહેરોમાં મુસાફરી કરતા, જ્યારે માતા ઘર સંભાળતા હતા. ઘરમાં હંમેશાં એક જ સિદ્ધાંત શીખવવામાં આવતો કે વિશેષ અધિકાર એ આરામ માટે નહીં પરંતુ જનસેવા માટે છે. પડોશીઓને હોસ્પિટલ લઈ જવા, બાળકોને પુસ્તકો પૂરા પાડવા અને વડીલોની સંભાળ રાખવી જેવા કાર્યો સબાએ બાળપણથી જ પોતાના ઘરમાં જોયા હતા. આ જ પરોપકારી વારસાને આગળ વધારતા તેમણે કિશોરાવસ્થામાં જ પડોશના બાળકોને મફત ટ્યુશન ભણાવવાનું અને જરૂરિયાતમંદોને મદદ કરવાનું શરૂ કરી દીધું હતું.

અમેરિકાની રાજનીતિમાં પ્રવેશ્યા પછી પણ સબા હૈદરે પોતાના બાળપણના એ જ મુલ્યોને વળગી રહીને જનસેવાને પ્રાથમિકતા આપી છે. તેમણે કહ્યું કે ગાઝિયાબાદ હોય કે ઇલિનોઇસ, તેમના પરિવારનો નિયમ હંમેશાં એક જ રહ્યો છે - "તમે ક્યાંથી છો કે તમારી પાસે કેટલા પૈસા છે તે મહત્વનું નથી, તમને શું જોઈએ છે તે જ મહત્વનું છે." આ જ વિચારોથી પ્રેરિત થઈને તેમણે મોંઘવારી ઘટાડવી, શિક્ષણ સુલભ બનાવવું અને બાળકો માટે સુરક્ષિત વાતાવરણૂર ઊભું કરવાના મુદ્દાઓને પોતાના રાજકીય એજન્ડામાં સામેલ કર્યા છે. સબાની આ પ્રેરણાદાયી સફર સાબિત કરે છે કે બાળપણમાં મળેલા સારા સંસ્કારો વ્યક્તિને વિશ્વ સ્તરે પણ સફળતા અને લોકપ્રિયતા અપાવી શકે છે.

LATEST ARTICLES