મુંબઈના આકાશ અને ધરતી પર સુરક્ષા દળોના સંકલનનું એક અદભૂત દશ્ય જોવા મળ્યું હતું, જ્યાં દેશની અગ્રણી સુરક્ષા એજન્સીઓએ પોતાની યુદ્ધ સજ્જતાનું પ્રદર્શન કર્યું હતું. 2008ના 26 નવેમ્બરના રોજ થયેલા કાળા દિવસોની યાદ તાજી કરીને, કોઈપણ સંભવિત આતંકવાદી ખતરાને નિષ્ક્રિય કરવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), ભારતીય વાયુસેના (IAF) અને મુંબઈ પોલીસના ચુસ્ત જવાનોએ શહેરના સંવેદનશીલ સ્થળો પર સંયુક્ત ઓપરેશન પાર પાડીને પોતાની કમાન્ડો કુશળતા સાબિત કરી હતી.
આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિમાં પરસ્પર સંકલન, ઝડપી નિર્ણય શક્તિ અને ક્ષમતા ચકાસવાનો હતો. કોઈપણ અણધાર્યા હુમલા કે આતંકવાદી ધમકી વખતે સમય બગાડ્યા વગર ત્વરિત કાર્યવાહી કેવી રીતે કરવી તેની લાઈવ ડ્રીલ અહીં કરવામાં આવી હતી. આધુનિક શસ્ત્રોથી સજ્જ કમાન્ડોઝ અને સુરક્ષા દળોએ વિવિધ સંકટના દશ્યોનું પુનરાવર્તન કરી સાબિત કરી દીધું કે મુંબઈની સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબૂત અને લોખંડી છે.
આ પ્રકારની ઉચ્ચ સ્તરીય સુરક્ષા કવાયતથી માત્ર સુરક્ષા દળોની તૈયારીઓ જ પુષ્ટિ નથી થતી, પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ સુરક્ષાની ભાવના દ્રઢ બને છે. 26/11 ના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના આ દિવસો નજીક છે ત્યારે, દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા લેવાયેલ આ પગલું દુશ્મનોને સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત કોઈપણ સ્થિતિમાં પોતાની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. મુંબઈ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ પણ આ સમયગાળા દરમિયાન હાઈ એલર્ટ પર રહીને શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે.
