ચેન્નઈના કાસીમેડુ બંદરેથી માછીમારી માટે ગયેલા નવ માછીમારો બોટમાં એન્જિન બગડી જવાના કારણે ગુમ થયા છે. ખરાબ વાતાવરણ અને મધદરિયે સર્જાયેલી આ ટેકનિકલ ખામી બાદ કોસ્ટ ગાર્ડે તેમની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
ગત ૨૯ ઓક્ટોબરના રોજ ચેન્નઈના પ્રખ્યાત કાસીમેડુ ફિશિંગ હાર્બરથી સેલ્વાઝગન નામના બોટ માલિકની મશીનવાળી બોટ લઈને નવ માછીમારો દરિયામાં રવાના થયા હતા. આ અભિયાનનું નેતૃત્વ બોટ ડ્રાઈવર સૂર્યા કરી રહ્યા હતા. આ માછીમારો જ્યારે આંધ્ર પ્રદેશના નિઝામપટ્ટનમ દરિયાકાંઠે પહોંચ્યા, ત્યારે હવામાન ખાતા દ્વારા ચક્રવાત (વાવાઝોડા)ની ચેતવણી જારી કરવામાં આવી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને બોટ માલિક સેલ્વાઝગને તુરંત સૂર્યાનો સંપર્ક કર્યો હતો અને વાતાવરણ સામાન્ય ન થાય ત્યાં સુધી નજીકના બ
