કેન્દ્ર સરકારે 'વીબી-જી રામ જી' એક્ટ હેઠળ પશુપાલન અને ચારા સુરક્ષાને મજબૂત કરવા માટે તમામ રાજ્યોને સંયુક્ત એડવાઈઝરી જારી કરી છે. આ પહેલથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની સાથે કાયમી આજીવિકાના સાધનો ઊભા થશે.
ગ્રામીણ ભારતમાં પશુપાલન વ્યવસાયને વધુ સક્ષમ અને આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક મહત્વપૂર્ણ સંયુક્ત એડવાઈઝરી મોકલવામાં આવી છે. વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એક્ટ, 2025 હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. આ કાયદો લાગુ થયા બાદ ગ્રામીણ પરિવારોને વર્ષ દરમિયાન ૧૨૫ દિવસની રોજગારીની કાનૂની ગેરંટી મળે છે, જે હવે કાયમી સંપત્તિના સર્જન સાથે જોડવામાં આવી રહી છે. આ એડવાઈઝરીમાં કુલ ૩૭૫ માન્ય કામોમાંથી પશુપાલન અને ચારા વિકાસને લગતા ખાસ ૨૨ કાર્યોની ઓળખ કરવામાં આવી છે, જેથી પશુધનને ઉત્તમ પૌષ્ટિક આહાર અને પાયાની સગવડો મળી રહે.
આ યોજના અંત
