JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

કર્ણાટકમાં ક્રૂર હત્યા: પત્નીની ગળું કાપીને પતિએ સાસુને ફોન કરી કહ્યું - "મેં તમારી દીકરીને મારી નાખી"

Nov 05, 2026 | 14:43 | By JAMNAGAR MIRROR
કર્ણાટકમાં ક્રૂર હત્યા: પત્નીની ગળું કાપીને પતિએ સાસુને ફોન કરી કહ્યું - "મેં તમારી દીકરીને મારી નાખી"
કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક વિવાદના કારણે એક વ્યક્તિએ પોતાની ૩૦ વર્ષીય પત્નીની ગળું કાપીને હત્યા કરી દીધા બાદ ખુદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.

ચિક્કાબલ્લાપુર જિલ્લાના ગૌરીબિદનુર તાલુકાના તાતાહલ્લી ગામના પાદરે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મહિલા પદ્મા (૩૦) છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરમાં રહેતી હતી. આરોપી પતિ ચંદ્ર (૩૪) પોતાની પત્ની સાથે વાતચીત કરવાના બહાને તેને ઘરથી થોડે દૂર આવેલા એક બગીચામાં લઈ ગયો હતો. ત્યાં અગમ્ય કારણોસર તેણે તીક્ષ્ણ હથિયાર વડે પદ્માના ગળા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પદ્માનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસને મૃતકના ગળા પર ઊંડા ઘા અને શરીર પર અન્ય જગ્યાએ પણ તીક્ષ્ણ હથિયારના નિશાન મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હુમલો અત્યંત ક્રૂરતાપૂર્વક કરવામાં આવ્યો હતો.

આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યા બાદ આરોપી ચંદ્રએ અતિશય નિર્દયતા દાખવતા સીધો પોતાની સાસુ નરસમ્માને ફોન કર્યો હતો અને ફોન પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "મેં તમારી દીકરી પદ્માને મારી નાખી છે." આ સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પત્નીની ક્રૂર હત્યાને અંजाम આપ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ જવાના બદલે

LATEST ARTICLES