આ નવા આદેશ અનુસાર, ખનીજ વહન કરતા તમામ ટ્રક અને લૉરીઓમાં જીપીએસ ઉપકરણો લગાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ તમામ ઉપકરણોને રાજ્ય સરકારના અધિકૃત 'માઇમાસ' (MiMAS)પોર્ટલ સાથે રીઅલ-ટાઇમ લોકેશન ટ્રેકિંગ માટે જોડવાના રહેશે, જેથી વાહનની પ્રત્યેક હિલચાલ પર પ્રશાસન સીધી નજર રાખી શકે. વર્તમાન આંકડાઓ મુજબ રાજ્યમાં આ લગભગ ૧.૧૦ લાખ વાહનો નોંધાયેલા છે, પરંતુ તેમાંથી માત્ર ૫૦,૦૦૫ વાહનો જ હાલમાં સક્રિયપણે ખનીજ પરિવહનના વ્યવસાય સાથે જોડાયેલા છે.
લૉરી માલિકોએ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓ (એપ્રૂવ્ડ વેન્ડર્સ) પાસેથી જ આ જીપીએસ ડિવાઇસ ખરીદવાના રહેશે, જેનો હાલનો અંદાજિત ખર્ચ આશરે ૪,૦૦૦ રૂપિયા છે. સરકાર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વાહન માલિક નિર્ધારિત સમયમર્યાદામાં આ નિયમનું પાલન નહીં કરે, તો સંબંધિત વાહન સામે કાયદેસરની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને પરમિટ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.
