તમિલનાડુ સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ એક મહત્વનો પ્રસ્તાવ મૂક્યો છે. રામેશ્વરમથી શ્રીલંકાના તલાઇમન્નાર વચ્ચે પેસેન્જર ફેરી (જળમાર્ગ વ્હાણવટી) સેવા શરૂ કરવા માટે કેન્દ્રની સહાયતા માંગવામાં આવી છે. આ પગલું નાગાપટ્ટિનમ અને કનકેસંતુરાઈ (જાફ્ના નજીક) વચ્ચે સફળતાપૂર્વક શરૂ થયેલી ફેરી સર્વિસની પ્રેરણા બાદ લેવામાં આવ્યું છે. આ જળમાર્ગ શરૂ થવાથી બંને દેશો વચ્ચે દરિયાઈ સંપર્ક વધુ મજબૂત થશે અને પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
