બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી સમયમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી ચેતવણી અનુસાર, આ વાવાઝોડું 3 નવેમ્બરે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે અને પવનની મહત્તમ ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગ આ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે અને તેની અસરના ભાગરૂપે ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
