અમેરિકાના રાજકારણમાં એકાએક મોટો વિવાદ વીજ્ઞાનમાં આવ્યો છે. જો બાઇડનના કથિત કવર-અપ મામલે યોજાયેલી એક સુનાવણી દરમિયાન 'ઓટોપેન' (સ્વચાલિત સહી કરવાની મશીનરી) કૌભાંડ સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે. આ ખુલાસા બાદ અમેરિકી સેનેટર્સ આક્રમક મુદ્રામાં આવી ગયા છે અને સવાલ ઉઠાવ્યો છે કે, "દેશના અસલી રાષ્ટ્રપતિ કોણ હતા?"
સુનાવણી દરમિયાન સવાલો થયા કે શું રાષ્ટ્રપતિ જો બાઇડનની જાણ બહાર તેમના હસ્તાક્ષરનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને પડદા પાછળથી કોઈ અન્ય જ સત્તા ચલાવી રહ્યું હતું. આ ગંભીર મુદ્દાને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે અને આગામી દિવસોમાં આ મામલે તપાસ વધુ તેજ થવાની સંભાવના છે.
