JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

રામેશ્વરમથી શ્રીલંકાના તલાઈમન્નાર વચ્ચે ફેરી સેવા શરૂ કરવા તમિલનાડુ સરકારની કેન્દ્ર પાસે માંગ

Oct 31, 2026 | 17:30 | By JAMNAGAR MIRROR
નાગપટ્ટનમ અને કનકેસંતુરાઈ વચ્ચેની ફેરી સેવાની સફળ શરૂઆત બાદ, હવે તમિલનાડુ સરકારે રામેશ્વરમથી શ્રીલંકાના તલાઈમન્નાર વચ્ચે પણ પેસેન્જર ફેરી સેવા શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે સમર્થન માંગ્યું છે. આ પહેલનો હેતુ ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાઈ સંપ3ને વધુ મજબૂત કરવાનો અને પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. અગાઉ નાગપટ્ટનમથી જાફના નજીક આવેલા કનકેસંતુરાઈ વચ્ચે શરૂ થયેલી ફેરી સેવાને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, જેને ધ્યાનમાં રાખીને તમિલનાડુએ આ નવો પ્રસ્તાવ મૂક્યો છે. આ સેવા શરૂ થવાથી બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોમાં વધુ વધારો થશે તેવી અપેક્ષા છે.
LATEST ARTICLES