ગોવામાં ખાકીને લજવતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીં ક્રાઈમ બ્રાન્ચની ઓફિસની અંદર જ એક પોલીસકર્મી દ્વારા સગીર વયની બાળકી પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત સગીરાએ અગાઉ પોતાની એક ફરિયાદ બાબતે ચાઈલ્ડ હેલ્પલાઈન સેવાનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આરોપીએ આ હેવાનિયત આચરી હતી. આ ઘટના સામે આવ્યા બાદ રાજ્યના પોલીસ બેડામાં ભારે રોષ અને હડકંપ મચી ગયો છે. સગીરા પર અત્યાચારના આ કેસમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
