JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો ચોરી: બાયનન્સમાંથી કેવી રીતે ઉચાપત થયા 6.3 અબજ ડોલર?

Oct 31, 2026 | 17:11 | By JAMNAGAR MIRROR
ક્રિપ્ટોકરન્સી જગતની સૌથી મોટી ચોરીનો પર્દાફાશ થયો છે. વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ 'બાયનન્સ' (Binance) પરથી આશરે 6.3 અબજ ડોલરની માતબર રકમ ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. આટલી મોટી રકમની ચોરી કઈ રીતે થઈ તેને લઈને સાયબર સુરક્ષા નિષ્ણાતો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

દરમિયાન, રોકાણકારો અને યુઝર્સમાં ફેલાયેલી ચિંતા વચ્ચે બાયનન્સ મેનેજમેન્ટે મોટું નિવેદન આપ્યું છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ હેકિંગ કે ચોરીમાં જે પણ યુઝર્સનું નુકસાન થયું છે, તે તમામ પ્રમાણિત (confirmed) નુકસાનની ભરપાઈ કંપની દ્વારા કરવામાં આવશે. આ જાહેરાતથી ક્રિપ્ટો યુઝર્સે મોટી રાહત અનુભવી છે.

LATEST ARTICLES