JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ઉત્તર પ્રદેશ ચૂંટણી 2027: અમિત શાહની બેઠકમાં ભાજપે 325-350 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો

Oct 31, 2026 | 17:11 | By JAMNAGAR MIRROR
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશ ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે આ બેઠકમાં મોટો દાવ રમ્યો છે અને રાજ્યમાં 325 થી 350 બેઠકો જીતવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાજપના પ્રદેશ પ્રભારી વિનેાદ તાવડે, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને ગોરખપુરના સાંસદ રવિ કિશન સહિતના મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા અને ચૂંટણી રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

LATEST ARTICLES