અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાન 'એર ફોર્સ વન'ની સુરક્ષાને લઈને એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. હેલોવીન તહેવારના દિવસે આ વિમાન વોશિંગ્ટન સ્થિત વ્હાઇટ હાઉસની અત્યંત નજીકથી ઉડાન ભરતું જોવા મળ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિમાને વ્હાઇટ હાઉસની ઉપર બે વખત ચક્કર લગાવ્યા હતા, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, આ બાબતે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
