JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

આંધ્રપ્રદેશમાં સ્કૂલના ક્લાસરૂમમાં ચેઇનસો સાથે ઘૂસેલો શખ્સ, બે વિદ્યાર્થિનીઓ પર કર્યો હુમલો

Oct 31, 2026 | 17:11 | By JAMNAGAR MIRROR
આંધ્રપ્રદેશમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્લાસરૂમમાં શિક્ષક હાજર હોવા છતાં એક શખ્સ હાથમાં ચેઇનસો (વૃક્ષ કાપવાનું મશીન) લઈને ઘૂસી આવ્યો હતો અને બે માસૂમ વિદ્યાર્થિનીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી બંને સગીરાઓને તાત્કાલિક ધોરણે કટોકટીની સારવાર માટે અનંતપુરની સરકારી જનરલ હોસ્પિટલ (GGH) ખાતે ખસેડવામાં આવી છે. આ ઘટના બાદ શાળા સંકુલમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

LATEST ARTICLES