ભારતીય શેરબજારના દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ તાજેતરમાં એક માસ્ટરક્લાસમાં શેરબજારના રોકાણ અંગે મહત્વની ટિપ્સ આપી છે. માત્ર 10 મિનિટના આ સેશનમાં તેમણે મલ્ટિબેગર સ્ટોક્સ શોધવાની રીતો, બજારમાં સામાન્ય રીતે થતી ભૂલો અને રોકાણકારો માટેની વ્યૂહરચના વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. અનુભવી રોકાણકારોના મતે, આ માસ્ટરક્લાસ નવા રોકાણકારો માટે બજારની સમજ મેળવવા અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
