JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

હૈદરાબાદમાં વરસાદી પાણીમાં ગરકાવ થયેલી ગટરમાં પડ્યો ડિલિવરી એજન્ટ, સદનસીબે થયો બચાવ

Oct 31, 2026 | 16:50 | By JAMNAGAR MIRROR
હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી આફતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન શહેરના પાણી ભરાયેલા રસ્તા પર બાઇક ચલાવી રહેલો એક ફૂડ ડિલિવરી એજન્ટ અચાનક પાણીમાં ગરકાવ થયેલી ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોની સતર્કતા અને તાત્કાલિક બચાવ કામગીરીના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, આ ભયાનક અકસ્માતમાં તેને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી. તંત્ર દ્વારા આ ઘટના બાદ ખુલ્લા ડ્રેનેજ અને સુરક્ષા બાબતે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.
LATEST ARTICLES