JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

US મિડટર્મ ચૂંટણી: ભારતીય અમેરિકનોને રીઝવવા ઉમેદવારોની અનોખી પહેલ, ડોસા બનાવતા શીખ્યા અને મંદિરની મુલાકાત લીધી

Oct 31, 2026 | 16:50 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં આગામી મિડટર્મ ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ઉમેદવારોએ ભારતીય મૂળના મતદારોને આકર્ષવા માટે અનોખી રણનીતિ અપનાવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ડેમોક્રેટિક પાર્ટીના એક ઉમેદવારે ભારતીય સંસ્કૃતિ અને ખાનપાન સાથે જોડાણ દર્શાવતા ક્રિસ્પી ડોસા વાળીને કેળાના પાન પર પીરસ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય સમુદાયના મતદારોને પોતાની તરફ ખેંચવા માટે ઉમેદવારો માત્ર પારંપરિક ભોજનનો સહારો નથી લઈ રહ્યા, પરંતુ મંદિરોની મુલાકાત લઈને ધાર્મિક આસ્થાનું સન્માન પણ કરી રહ્યા છે. અમેરિકન રાજકારણમાં ભારતીય-અમેરિકન મતબેંકનું વધી રહેલું મહત્ત્વ આ ચૂંટણી પ્રચારમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
LATEST ARTICLES