JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ભારતીય રિયલ એસ્ટેટમાં NRIનો મોટો ધસારો: રેકોર્ડબ્રેક ખરીદી સાથે આ શહેરો રહ્યા મોખરે

Oct 31, 2026 | 16:50 | By JAMNAGAR MIRROR
દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ (NRI) દ્વારા પ્રોપર્ટી ખરીદવાના તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે. NRI ખરીદદારોની બદલાતી પ્રાથમિકતાઓ એ વાત દર્શાવે છે કે વિદેશમાં રહેતા પરિવારો હવે ભારતમાં પ્રોપર્ટીની માલિકી અને રોકાણ તરફ કેવો નવો દ્રષ્ટિકોણ અપનાવી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, દેશના મોટા અને વિકસિત શહેરોમાં NRIનું રોકાણ ઝડપથી વધી રહ્યું છે, જેમાં ટોચના શહેરોમાં મિલકતો ખરીદવા માટે ભારે પડાપડી જોવા મળી રહી છે. આ વલણ માત્ર રોકાણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ પારિવારિક મૂળ સાથે જોડાણ અને ભવિષ્યની સુરક્ષા માટે પણ ભારતમાં પ્રોપર્ટી ખરીદવા તરફનો તેમનો ઝોક વધ્યો છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં આ આંકડામાં વધુ મોટો ઉછાળો આવી શકે છે.

LATEST ARTICLES