JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

Ahmedabad News : 'સરદાર પટેલ રત્ન એવોર્ડ એ વ્યક્તિગત સન્માન નહીં, પણ આદર્શો પ્રત્યેની મોટી જવાબદારી...

Oct 31, 2026 | 16:50 | By JAMNAGAR MIRROR
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના પવિત્ર અવસર પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે પ્રતિષ્ઠિત 'સરદાર પટેલ રત્ન એવોર્ડ' મેળવનાર પીઢ અગ્રણી દિનશા પટેલ દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી નિવેદન આપવામાં આવ્યું છે. એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ એવોર્ડ મળવો એ કોઈ માત્ર વ્યક્તિગત સન્માન નથી, પરંતુ દેશના મહાનાયક સરદાર પટેલના વિચારો, આદર્શો અને તેમના ઉચ્ચ મૂલ્યો પ્રત્યેની આપણી સૌની મોટી જવાબદારી છે.વ્યક્તિ કરતાં સિદ્ધાંત મોટા અને સત્તા કરતાં સેવા મોટી છે...પોતાના વક્તવ્યમાં દિનશા પટેલે જીવનના મૂળભૂત સત્યો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે "વ્યક્તિ કરતાં સિદ્ધાંતો મોટા છે, સત્તા કરતાં સેવા મોટી છે અને વ્યક્તિગત સ્વાર્થ કરતાં રાષ્ટ્રહિત હંમેશાં મોટું છે." તેમણે ઉમેર્યું હતું કે સરદાર પટેલના વિચારો માત્ર મંચ પરના ભાષણો પૂરતા મર્યાદિત ન રહેવા જોઈએ, પરંતુ દરેક નાગરિકે તેને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. આ ઉપરાંત, તેમણે ગર્વ સાથે ઉલ્લેખ કર્યો હતો કે તેઓ છેલ્લા 60 વર્ષથી અવિરતપણે સરદાર પટેલના વિચારો અને અખંડ ભારતના આદર્શોને સમાજમાં જીવંત રાખવાના સતત પ્રયાસો કરી રહ્યા છે.ભરતસિંહ સોલંકી સહિતના આયોજકોનો માન્યો આભારઆ પ્રસંગે યુવા પેઢીને માર્ગદર્શન આપતા તેમણે આજના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, અનુશાસન, શિસ્ત, જવાબદારી અને એકતાની ભાવના પ્રબળ બનાવવાની ખાસ અપીલ કરી હતી. સમાજમાં પરસ્પર ભાઈચારો, વિશ્વાસ અને સામાજિક સમરસતા મજબૂત બનાવવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટના પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત તમામ આયોજકો અને ઉપસ્થિત મહાનુભાવોનો આ હૃદયસ્પર્શી સન્માન બદલ દિનશા પટેલે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો :Weather Forecast : એક તરફ ગરમી અને બીજી તરફ માવઠાની માર, તાપમાન વધવાની સાથે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી...
LATEST ARTICLES