JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

PM Modi Gujarat Visit 2 Day : સરદાર પટેલની જન્મજયંતિએ ગુજરાતમાં એકતાનો

Oct 31, 2026 | 09:20 | By JAMNAGAR MIRROR
PM Modi Gujarat Visit 2 Day : સરદાર પટેલની જન્મજયંતિએ ગુજરાતમાં એકતાનો
PM Modi Gujarat Visit 2 Day : સરદાર પટેલની જન્મજયંતિએ ગુજરાતમાં એકતાનો

દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી

આજરોજ 31 ઓક્ટોબરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ અવસરે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો યુવાનો સાથે મુખ્યમંત્રીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બીજી તરફ, વડોદરાના ડભોઈ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ હતી, જ્યાં તેમણે ઉપસ્થિત નાગરિકોને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લેવડાવ્યા હતા.

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી દ્વારા પુષ્પાંજલિ

દિલ્હી ખાતે પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના દિગ્ગજ નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં સવારે ચરણ પૂજન અને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે.


એક્તાનગરમાં રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે PM મોદી દ્વારા આજે એક્તાનગરમાં રેન ફોરેસ્ટ તથા વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લેવામાં આવશે. પ્રકૃતિ અને વિકાસના સમન્વય સમાન આ સ્થળોની મુલાકાત બાદ સાંજે 5:30 વાગ્યે એકતા દિવસની મુખ્ય ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આજના આ તમામ વિશેષ કાર્યક્રમો અને અપડેટ્સ માટે દેશભરની નજર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પર કેન્દ્રિત રહી છે.

આ પણ વાંચો : Ahmedabad: રિવરફ્રન્ટ પર ડિસેમ્બરમાં યોજાશે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો; 14 કરોડના ખર્ચે તૈયારીઓ શરૂ


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદી, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં લેશે ભાગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં તેઓ સહભાગી બનશે. આ દરમિયાન વડાપ્રધાન પરેડનું નિરીક્ષણ કરશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમના આગમનને પગલે તંત્ર દ્વારા સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજરોજ 31 ઓક્ટોબરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ અવસરે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો યુવાનો સાથે મુખ્યમંત્રીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બીજી તરફ, વડોદરાના ડભોઈ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ હતી, જ્યાં તેમણે ઉપસ્થિત નાગરિકોને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી દ્વારા પુષ્પાંજલિ દિલ્હી ખાતે પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના દિગ્ગજ નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં સવારે ચરણ પૂજન અને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. https://x.com/ANI/status/2116347919901265951?a=nhGUPcZFk4KcC8qgnGo&s=20 એક્તાનગરમાં રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે PM મોદી દ્વારા આજે એક્તાનગરમાં રેન ફોરેસ્ટ તથા વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લેવામાં આવશે. પ્રકૃતિ અને વિકાસના સમન્વય સમાન આ સ્થળોની મુલાકાત બાદ સાંજે 5:30 વાગ્યે એકતા દિવસની મુખ્ય ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આજના આ તમામ વિશેષ કાર્યક્રમો અને અપડેટ્સ માટે દેશભરની નજર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પર કેન્દ્રિત રહી છે. આ પણ વાંચો : Ahmedabad: રિવરફ્રન્ટ પર ડિસેમ્બરમાં યોજાશે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો; 14 કરોડના ખર્ચે તૈયારીઓ શરૂ