JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

જામનગરમાં આગામી તા. 6-11-2026 ના રોજ ઉજવાશે ધનતેરસ, પૂજનવિધિનું વિશેષ આયોજન

| By JAMNAGAR MIRROR
જામનગરમાં આગામી તા. 6-11-2026 ના રોજ ઉજવાશે ધનતેરસ, પૂજનવિધિનું વિશેષ આયોજન
જામનગરના જાણીતા જ્યોતિષ ડો. નિલેશભાઈ વ્યાસના જણાવ્યા અનુસાર આગામી તા. 6-11-2026 ના રોજ ધનતેરસ ઉજવાશે. ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય દ્વારા આ દિવસે વિશેષ પૂજનવિધિનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા માટે નામ નોંધણી શરૂ થઈ ગઈ છે.

જામનગરના ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયના જાણીતા જ્યોતિષ ડો. નિલેશભાઈ વ્યાસ દ્વારા આગામી ધનતેરસના તહેવાર અંગેની મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે. તેમની યાદીમાં જણાવ્યા અનુસાર આ વર્ષે ધનતેરસ તા. 6-11-2026 ના દિને આવી રહી છે. દિવાળીના પાવન અવસર પહેલા આવતા આ તહેવારનું હિન્દુ ધર્મમાં મોટું મહત્ત્વ હોય છે, જેને લઈને જ્યોતિષીય ગણતરી મુજબ શુભ મુહૂર્તની જાહેરાત કરવામાં આવી છે જેથી લોકો અગાઉથી પોતાની તૈયારીઓ કરી શકે.

મળતી માહિતી મુજબ તા. 6-11-2026 ના શુક્રવારના સવારે 10.32 વાગ્યે ધનતેરસનોારંભ થશે. આ પવિત્ર દિવસે ગૌધુલિક સમયે સાંજે 4 થી 7 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક અનુષ્ઠાન યોજાશે. ખાસ કરીને વ્યાપાર વૃદ્ધિ, લક્ષ્મી પ્રાપ્તિ, ઘરમાં સુખશાંતિ, શ્રેષ્ઠ આરોગ્ય, વિદ્યા પ્રાપ્તિ તેમજ વાસ્તુદોષ નિવારણ માટે આ સમય ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ હેતુસર ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય દ્વારા અષ્ટલક્ષ્મી પૂજન, પદમાવતી દેવી પૂજન, કુબેર પૂજન અને શ્રી યંત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા છેલ્લા 15 વર્ષથી નિયમિતપણે ધનતેરસના દિવસે આ પૂજનવિધિ કરવામાં આવે છે.

આ ભવ્ય પૂજનનો લાભ લેવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે આયોજકો દ્વારા સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જે પણ લોકો પૂજનમાં જોડાઈને આશીર્વાદ મેળવવા માંગતા હોય તેમણે ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયનો મોબાઈલ નંબર 94264 71108 ઉપર સંપર્ક કરીને વહેલી તકે પોતાની નામ નોંધણી કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મર્યાદિત જગ્યા અને સમયને ધ્યાનમાં રાખીને સમયસર નામ નોંધાવવાથી પૂજનવિધિમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે.

LATEST ARTICLES