JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

બ્લિંકિટના ડિલિવરી બોયને અનંત અંબાણી તરફથી મળી અદ્ભુત સરપ્રાઈઝ ગિફ્ટ, વીડિયો જોઈને આંખમાં આવી જશે આંસુ

| By JAMNAGAR MIRROR
બ્લિંકિટના ડિલિવરી બોયને અનંત અંબાણી તરફથી મળી અદ્ભુત સરપ્રાઈઝ ગિફ્ટ, વીડિયો જોઈને આંખમાં આવી જશે આંસુ
મુંબઈમાં સાયકલ ચલાવીને બ્લિંકિટની ડિલિવરી કરતા એક સામાન્ય યુવક સુજીતની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ છે. અનંત અંબાણી ફાઉન્ડેશન દ્વારા તેને એક નવું સ્કૂટર ભેટમાં આપવામાં આવ્યું છે, જે જોઈને યુવક ખુશીથી રડી પડ્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈની ભારે ભીડવાળી સડકો પર સાયકલ લઈને બ્લિંકિટની ડિલિવરી કરતા એક સામાન્ય યુવકનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીતી રહ્યો છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે આ યુવક સાયકલ પર જ ઓર્ડર પહોંચાડવા મજબૂર હતો, જેથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. પરંતુ, મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની દરિયાદિલીએ આ યુવકનું જીવન બદલી નાખ્યું છે. અનંત સેવા ફાઉન્ડેશન દ્વારા આ મહેનતુ યુવકને એક શાનદાર સ્કૂટર ભેટમાં આપવામાં આવ્યું છે, જેની તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.

આ દિલસ્પષ્ટ ઘટનાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હુસૈન મંસુરી દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં હુસૈન મંસુરીએ સુજીત નામના આ બ્લિંકિટ ડિલિવરી બોયને રોકીને પૂછ્યું હતું કે તે સાયકલ પર કેમ ફરે છે અને બાઈક કેમ નથી ખરીદતો? જેના જવાબમાં સુજીતે મોંઘવારી અને ઓછી આવકની મજબૂરી જણાવી હતી. આ વાતચીત બાદ, મંસુરીએ તેને ડિલિવરી પતાવીને પાછા આવવાનું કહ્યું હતું અને જ્યારે સુજીત પાછો આવ્યો ત્યારે તેની આંખો પર પટ્ટી બાંધીને તેને એક સરપ્રાઈઝ આપવામાં આવી હતી.

જ્યારે સુજીતે આંખ પરથી પટ્ટી હટાવીને અનંત અંબાણી ફાઉન્ડેશન તરફથી મળેલું નવુંકોર સ્કૂટર જોયું, ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો અને તે પોતાની આંખના આંસુ રોકી ન શક્યો. તે ખુશીથી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો અને હુસૈનને ભેટીને આભાર માન્યો હતો. રાહુલ કનાલ અને હુસૈન મંસુરીના સહયોગથી ચાલી રહેલી આ પહેલ અંતર્ગત મુંબઈના મહેનતુ લોકોને આવી ઈલેક્ટ્રીક બાઈક ભેટ આપવામાં આવી રહી છે. અનંત અંબાણીની આ દયાભાવનાનો વીડિયો સોશિયલ મીડિયા પર એટલો બધો વાયરલ થયો છે કે તેને અત્યાર સુધીમાં 46 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો છે અને યુઝર્સ આ પવિત્ર કામના મુક્તમને વખાણ કરી રહ્યા છે.

LATEST ARTICLES