JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના રહસ્યમય મોતથી હડકંપ, માતા અને બે સંતાનોના ઘરમાંથી લટકતા મળ્યા મૃતદેહ

| By JAMNAGAR MIRROR
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના રહસ્યમય મોતથી હડકંપ, માતા અને બે સંતાનોના ઘરમાંથી લટકતા મળ્યા મૃતદેહ
વડોદરાના નરસિંહજી પોળ વિસ્તારમાં સોની પરિવારના માતા, પુત્ર અને પુત્રીના આપઘાતના સમાચારથી સમગ્ર શહેરમાં શોક અને સનસનાટી ફેલાઈ ગઈ છે. દોઢ વર્ષ પહેલાં જ પરિવારના મોભીનું નિધન થયું હતું, ત્યારે હવે એકસાથે ત્રણ સભ્યોના મોતનું સાચું કારણ જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરાના જાણીતા નરસિંહજીની પોળ વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. અહીં રહેતા સોની પરિવારના ત્રણ સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારનાં માતા આરતી સોની, પુત્ર નીલકંઠ સોની અને પુત્રી જેની સોનીના ઘરમાંથી જ મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ત્રણેય સભ્યોએ ગળેફાંસો ખાઈને સામૂહિક આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ આટલું મોટું પગલું ભરવા પાછળનું અસલી કારણ હજુ સુધી રહસ્યના અંધારામાં છવાયેલું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને FSLની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ફાઇનાન્સિયલ પ્રેશર, પારિવારિક કે અન્ય કોઈ અગમ્ય કારણો સહિતના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી સાચું સત્ય બહાર આવી શકે.

મળતી માહિતી મુજબ, આ સોની પરિવાર 'ઝેપ્સ હેલ્થ કેર' કંપની સાથે જોડાયેલો હતો. આ પરિવાર પર અગાઉ પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો કારણ કે આશરે દોઢ વર્ષ પહેલાં જ પરિવારના મોભી ચેતન સોનીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. પિતાના મૃત્યુ બાદ પુત્ર નીલકંઠ સોની કેનેડાથી પરત આવ્યો હતો, જ્યારે પુત્રી જેની સોની પોતાનું આયુર્વેદિક ક્લિનિક ચલાવતી હતી. હવે અચાનક બનેલી આ કરુણ દુર્ઘટનાથી આસપાસના લોકો પણ સ્બ્ધ છે, અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આ સામૂહિક આપઘાત પાછળનું અસલી કારણ સ્પષ્ટ થશે.

LATEST ARTICLES