JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

મતદાર યાદી સુધારણા અભિયાનમાં લાખો નામ કમી છતાં શંકાસ્પદ વિદેશીઓ માત્ર 1,600 જ મળતા સવાલો ઉઠ્યા

| By JAMNAGAR MIRROR
મતદાર યાદી સુધારણા અભિયાનમાં લાખો નામ કમી છતાં શંકાસ્પદ વિદેશીઓ માત્ર 1,600 જ મળતા સવાલો ઉઠ્યા
ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન દેશના જુદા જુદા રાજ્યોમાંથી લાખો મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી વિદેશી નાગરિકો હોવાની શંકા હોય તેવા લોકોની સંખ્યા માત્ર 1600 જ સામે આવી છે. આ મામલે પંચના ડેટા કલેક્શન અને નીતિઓ સામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે.

દેશમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર પ્રક્રિયાને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ચૂંટણી પંચે ગઇકાલે જ્યારે આ પ્રક્રિયા શરૂ કરી હતી ત્યારે મુખ્ય કારણ મતદાર યાદીમાંથી ગેરકાયદેસર વિદેશી ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાનું જણાવ્યું હતું. પરંતુ, તાજેતરના આંકડા મુજબ આ પ્રક્રિયા હેઠળ દેશના છ મુખ્ય રાજ્યોમાં કુલ 9.86 કરોડ મતદારોમાંથી માત્ર આશરે 1600 જેટલા જ શંકાસ્પદ વિદેશી નાગરિકોની ઓળખ થઈ શકી છે. કુલ કમી કરાયેલા લાખો નામોની સરખામણીમાં આ આંકડો ખૂબ જ નહિવત હોવાથી સમગ્ર અભિયાનના ઉદ્દેશ્ય સામે સવાલોના અણ્ણાર સર્જાયા છે.

વિવિધ રાજ્યોમાંથી સામે આવેલી વિગતો પર નજર કરીએ તો કર્ણાટકમાં અંતિમ યાદીમાંથી 9.97 કરોડ નામો હટાવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 716 વિદેશી નાગરિકો જ શંકાસ્પદ મળ્યા જેમાં બેંગલુરુ, દક્ષિણ કન્નડ અને ઉડુપી જેવા વિસ્તારોમાં નેપાળ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુકે સહિતના દેશોના નાગરિકો સામેલ છે. તેવી જ રીતે ગોવામાં 419, કેરળમાં આશરે 500, ઝારખંડમાં 3 અને મેઘાલયમાં 2 શંકાસ્પદ વિદેશી નાગરિકો મળી આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ અને તેલંગાણા જેવા રાજ્યોએ તો સ્પષ્ટ કહી દીધું છે કે તેમની પાસે શંકાસ્પદ વિદેશીઓનો કોઈ અલગ ડેટા જ નથી કારણ કે ચૂંટણી પંચે ક્યારેય આવા અલગ આંકડા માંગ્યા જ નહોતા અને આ તમામ લોકોને માત્ર એએસડીડી શ્રેણીમાં જ ગણી લીધા હતા.

આ સમગ્ર મામલે ચૂંટણી પંચની પારદર્શિતા અને ડેટા મેનેજમેન્ટ પદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે કારણ કે પંચ પાસે આ સંદર્ભમાં કોઈ એકીકૃત કે રાજ્યવાર ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી. બિહારથી લઈને દક્ષિણ અને ઉત્તરના રાજ્યો સુધી જ્યાં એક તરફ લાખો સામાન્ય નામો યાદીમાંથી ગાયબ થઈ ગયા છે, તો બીજી તરફ ગેરકાયદેસર વિદેશીઓની સંખ્યા માત્ર કાગળ પર જ નામ પૂરતી દેખાઈ રહી છે. આ સ્થિતિ જોતા એ સ્પષ્ટ થાય છે કે રાજ્યોમાં ડેટા એકત્રિત કરવાની પદ્ધતિ એકસમાન નહોતી, જેના કારણે એસઆઈઆર અભિયાનની સફળતા અને વાસ્તવિકતા સામે દેશભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

LATEST ARTICLES