જામનગરમાં સામાજિક કાર્યોમાં હંમેશા આગળ રહેતી ખવાસ જ્ઞાતિ દ્વારા જ્ઞાતિજનોના ઉત્કર્ષ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા માત્ર પોતાની જ્ઞાતિના જ્ઞાતિજનો માટે આગામી 24-1-2027ના દિને 41મા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિશેષ આયોજનથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને લગ્ન ખર્ચની ચિંતામાંથી મુક્તિ મળશે અને નવા યુગલો પોતાના દાંપત્યજીવનની સાદી અને સુંદર શરૂઆત કરી શકશે. મંડળ દ્વારા આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જ્ઞાતિજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ સમૂહલગ્નમાં જોડાવા ઈચ્છુક પરિવારોએ ફોર્મ મેળવીને સમયસર જમા કરાવવાના રહેશે, જે માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31-10-2026 નક્કી કરવામાં આવી છે. જ્ઞાતિજનો સરળતાથી ફોર્મ મેળવી શકે તે માટે બે મુખ્ય સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સુરેશ બુક સ્ટોર્સ (ખાદીભંડાર સામે) અને રૂપાલી ઝેરોક્ષ (ત્રણ દરવાજા પાસે) પરથી ફોર્મ મેળવીને ત્યાં જ પરત જમા કરાવવાના રહેશે. આ સમગ્ર આયોજનને સુચારૂ રૂપે પાર પાડવા માટે મંડળના આગેવાનો સુમિત ચૌહાણ (98244 21450), કપિલ પાંડવ (79800 77305), હિતેષ પરમાર (93281 25868) અને અશ્વિન બારડ (98984 75437) ને સંપર્ક નંબર સોંપવામાં આવ્યા છે, જેથી કોઈપણ જ્ઞાતિજન આ નંબરો પર ફોન કરીને વધુ વિગતો મેળવી શકે છે.
આ પ્રકારના સમૂહલગ્નો સમાજમાં એકતા, ભાઈચારો અને સમાનતાની ભાવનાને મજબૂત બનાવે છે તેમજ ખોટા દેખાડા તથા અસહ્ય ખર્ચ સામે એક સુંદર વિકલ્પ પૂરો પાડે છે. જામનગરના ખવાસ જ્ઞાતિ મંડળનું આ 41મુ આયોજન સફળ રહે અને વધુને વધુ પરિવારો આનો લાભ લે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. મંડળ દ્વારા આગામી તારીખ સુધીમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે, જેથી સમયસર તમામ વ્યવસ્થાઓનું આયોજન કરી શકાય અને લગ્નનો આ અવસર યાદગાર બની રહે.
