ગુજરાતમાં દિવસે-દિવસે લવ જિહાદના વધતા જતા બનાવોને ધ્યાનમાં રાખીને હિન્દુ સેના દ્વારા નવરાત્રિના પવિત્ર દિવસોમાં એક મોટું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ હિન્દુ બહેનો અને દીકરીઓને લવ જિહાદના કાવતરાંથી માહિતગાર કરવાનો અને તેનાથી સાવચેત રહેવાનો હતો. હિન્દુ સેનાના સૈનિકો દ્વારા રાજ્યભરની વિવિધ ગરબીઓમાં જઈને હિન્દુ સંસ્કૃતિ અને સુરક્ષાને લગતી બાબતો સમજાવવામાં આવી હતી, જેથી યુવતીઓ અજાણતા કોઈ મુશ્કેલીમાં ન મુકાય.
આ અભિયાન અંતર્ગત ગરબી વિસ્તારોમાં લવ જિહાદથી સાવધાન કરતી કુલ 30000થી વધુ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં એક હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો હતો. નવરાત્રિના દિવસો દરમિયાન આ હેલ્પલાઈન પર કુલ 217 જેટલા ફોન કોલ્સ આવ્યા હતા, જેમાં વિધર્મી યુવકોના ફંદામાં ફસાયેલી કે પરેશાની ભોગવી રહેલી દીકરીઓની માહિતી મળી હતી. આ તમામ માહિતી તાત્કાલિક ધોરણે પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડવામાં આવતી હતી. આ કામગીરીમાં પોલીસ ખાતાની 112 નંબરની ઈમરજન્સી સેવા અને નવરાત્રિ દરમિયાન ખાસ કાર્યરત કરાયેલી C ટીમનો સહયોગ ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો, જેના કારણે સમયસર કાર્યવાહી થઈ શકી હતી.
ગુજરાતના હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ અને ઉપાધ્યક્ષ વિનય શર્માના માર્ગદર્શન હેઠળ રાજ્યના અલગ-અલગ સ્થળોએ 4 થી 10 સૈનિકોની ખાસ ટીમો બનાવીને ગુપ્તરાહે સર્વે કરવામાં આવતો હતો. આ સક્રિય કામગીરી અને પોલીસની સચોટ દખલગીરીના કારણે ઘણા સંભવિત બનાવો અટકાવી શકાયા હતા અને જિહાદી માનસિકતા ધરાવતા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર મિશન દરમિયાન જનતા તરફથી મળેલા બહોળા પ્રતિસાદ અને પોલીસ વિભાગ દ્વારા દાખવવામાં આવેલી સતર્કતાને લઈને હિન્દુ સેનાએ ગુજરાત પોલીસને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.
