JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

રણબીર કપૂરે કેબીસી પર ખોલ્યા દિલના રાજ, આ 2 લોકોની આંખોમાં જોઈ વાત નથી કરી શકતો અભિનેતા

| By JAMNAGAR MIRROR
રણબીર કપૂરે કેબીસી પર ખોલ્યા દિલના રાજ, આ 2 લોકોની આંખોમાં જોઈ વાત નથી કરી શકતો અભિનેતા
કૌન બનેગા કરોડપતિના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં આવેલા રણબીર કપૂરે અમિતાભ બચ્ચન સામે બાળપણની યાદો તાજી કરી. તેમણે કહ્યું કે પિતા અને બિગ બી એવા બે લોકો છે જેમની આંખોમાં આંખો નાખીને વાત કરવાની તેમની હિંમત નથી ચાલતી.

સોની ટીવીના પોપ્યુલર ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિના અપકમિંગ દિવાળી સ્પેશિયલ એપિસોડમાં બોલિવુડ સ્ટાર રણબીર કપૂર હોટ સીટ પર જોવા મળ્યો હતો. શો દરમિયાન રણબીર કપૂરે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી ખાસ વાતો શેર કરી હતી. અમિતાભ બચ્ચનની સામે બેસીને રણબીરે પોતાના દિલની એવી વાત કહી જેને સાંભળીને ચાહકો અને ખુદ બિગ બી પણ ભાવુક થઈ ગયા હતા. અમિતાભ બચ્ચન પ્રત્યે પોતાનો પ્રેમ અને સન્માન વ્યક્ત કરતા રણબીરે કહ્યું કે તેની લાઈફમાં 2 જ એવા લોકો છે જેની આંખોમાં આંખો નાખીને તે ક્યારેય વાત કરી શકતો નથી, જેમાં એક તેના પિતા છે અને બીજા ખુદ અમિતાભ બચ્ચન છે. રણબીરની આ દિલથી નીકળેલી વાત સાંભળીને આખો સ્ટુડિયો તાળીઓના ગડાઘડાટથી ગુંજી ઉઠ્યો હતો.

પોતાના બાળપણના દિવસોને યાદ કરતા રણબીર કપૂરે ફિલ્મ અજુબાના સેટનો એક કિસ્સો પણ સંભળાવ્યો હતો. તેણે સ્માઈલ કરતા કહ્યું કે તે બાળપણથી જ અમિતાભ બચ્ચનની સામે મોટા થયા છે અને અજુબાની શૂટિંગ દરમિયાન સેટ પર તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો જે તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. રણબીરે કહ્યું કે જેને આજની જનરેશન ઓરા ફાર્મિંગ કહે છે, તેની શરૂઆત તો અસલમાં બિગ બીથી જ થઈ હતી, કારણ કે જ્યારે પણ તેઓ રૂમમાં પ્રવેશતા ત્યારે એવું લાગતું કે આખું વાતાવરણ એક અજબ રોબ અને ઓરાથી ભરાઈ ગયું છે. રણબીરે પોતાના પિતા દિવંગત એક્ટર ઋષિ કપૂર અને અમિતાભ વચ્ચેના મજબૂત બોન્ડને યાદ કરતા જણાવ્યું કે જેવું સન્માન તેના પિતા કરતા હતા, તેવું જ અગાધ સન્માન આજે પણ તેના દિલમાં બિગ બી માટે છે.

અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરે અમર અકબર એન્થની, કુલી, નસીબ અને 102 નોટ આઉટ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. રણબીર અને રામાયણની કાસ્ટ સાથેનું આ ખાસ દિવાળી સ્પેશિયલ એપિસોડ આગામી 29 અને 30 ઓક્ટોબરના રોજ રાત્રે 9 કલાકે સોની ટેલિવિઝન પર ટેલિકાસ્ટ કરવામાં આવશે, જેને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

LATEST ARTICLES