JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

આઈએમએફના વડાનું મોટું નિવેદન, ભારતનો ગ્રોથ 7 ટકા રહેવાનું અનુમાન પણ વિદેશી ઇન્વેસ્ટર્સને રીઝવવા કરવા પડશે આ કામ

Oct 27, 2026 | 16:25 | By JAMNAGAR MIRROR
આઈએમએફના વડાનું મોટું નિવેદન, ભારતનો ગ્રોથ 7 ટકા રહેવાનું અનુમાન પણ વિદેશી ઇન્વેસ્ટર્સને રીઝવવા કરવા પડશે આ કામ
એશિયામાં આર્થિક ગ્રોથ માટે ભારત સૌથી આગળ છે અને આઈએમએફએ પણ 7 ટકા ગ્રોથનું અનુમાન લગાવ્યું છે. જોકે, વિદેશી ઇન્વેસ્ટર્સ એટલે કે એફઆઈઆઈ હજુ જોઈએ તેટલા સક્રિય નથી દેખાઈ રહ્યા. એઆઈથી આઈટી સેક્ટર પર શું અસર થશે અને તમારી લોનના ઈએમઆઈ શા માટે વધી શકે છે તેની રસપ્રદ વિગતો સામે આવી છે.

આજે આખી દુનિયાના આર્થિક ગ્રોથની ગાડીમાં એશિયાનો ફાળો પૂરા 68 ટકા જેટલો મોટો છે, પણ ઓઈલના ભાવ, વધતી જતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની બોલબાલા અને દેવામાં થઈ રહેલો વધારો આ આખા રીઝનને બે ભાગમાં વહેંચી રહ્યો છે. આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એશિયા અને પેસિફિક ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર કૃષ્ણા શ્રીનિવાસને એક પોડકાસ્ટમાં દીપક અજવાણી સાથેની વાતચીતમાં ભારતીય ઇકોનોમીને લઈને ઘણી મહત્વની વાતો કહી છે. દિલ્હીમાં મોટા થઈને આઈએમએફના ટોચના પદ સુધી પહોંચેલા શ્રીનિવાસને ભારતના કરંટ સિનારિયો પર ખુલીને ચર્ચા કરી છે અને સમજાવ્યું છે કે આજના સમયમાં ભારતની સ્થિતિ વૈશ્વિક સ્તરે કેવી છે.

હાલમાં આઈએમએફના લેટેસ્ટ આઉટલુક મુજબ ભારતનો ગ્રોથ રેટ મજબૂત રીતે 7 ટકા આસપાસ રહેવાનું અનુમાન છે, છતાં બીજી તરફ વિદેશી ઇન્વેસ્ટર્સ બજારમાંથી થોડા દૂર રહ્યા છે જેને કારણે તેમને ફરીથી એટ્રેક્ટ કરવા માટે ભારતને કેટલાક ખાસ પગલાં લેવા પડશે. આ વાતચીતમાં એ મુદ્દો પણ ખાસ ઉઠાવવામાં આવ્યો હતો કે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાથી શું ભારતના આઈટી સેક્ટરની નોકરીઓ પર કોઈ જોખમ ઉભું થશે કે નહીં. આ સિવાય બદલાતા વૈશ્વિક સમીકરણો અને આર્થિક પરિસ્થિતિઓને કારણે સામાન્ય માણસની લોનના ઈએમઆઈ પણ આગામી સમયમાં વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ તમામ આર્થિક ઉથલપાથલ વચ્ચે પણ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું માનીને કૃષ્ણા શ્રીનિવાસે દેશના યુવાનોને એકદમ સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે જો આજે મારે કોઈ નિર્ણય કરવાનો હોય તો હું ભારત છોડીને બહાર જવાને બદલે અહીં જ રોકવાનું પસંદ કરીશ. વિદેશી ઇન્વેસ્ટર્સનો ભરોસો જીતવા માટે ભારતે પોલિસી લેવલે વધુ પારદર્શિતા અને સરળતા લાવવી પડશે, જેથી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સીધું દેશમાં આવી શકે. આખી દુનિયા જ્યારે આર્થિક મંદી કે અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે, ત્યારે ભારતની 7 ટકાની ગ્રોથ સ્ટોરી દુનિયાભરના ઇન્વેસ્ટર્સ માટે આશાનું મોટું કિરણ બનીને ઉભરી રહી છે.

LATEST ARTICLES