JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
હવામાન

પ્રદૂષણની આખી બાજી પલટાઈ: દિલ્હીમાં હવા બગડવાની ઝડપ ઘટી, તો મુંબઈમાં પ્રદૂષણ બમણું થઈ ગયું

Oct 26, 2026 | 18:00 | By JAMNAGAR MIRROR
પ્રદૂષણની આખી બાજી પલટાઈ: દિલ્હીમાં હવા બગડવાની ઝડપ ઘટી, તો મુંબઈમાં પ્રદૂષણ બમણું થઈ ગયું
સપ્ટેમ્બરથી ઓક્ટોબરના બદલાતા હવામાન વચ્ચે દેશના બે મોટા મહાનગરોમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 7 વર્ષમાં પહેલીવાર દિલ્હીમાં હવા બગડવાનો દર સૌથી ધીમો રહ્યો છે, જ્યારે આશ્ચર્યજનક રીતે આર્થિક રાજધાની મુંબઈમાં પ્રદૂષણનો આંકડો બમણો થઈ ગયો છે. બંને શહેરોમાં હવામાં PM2.5 ઝેરી રજકણો મુખ્ય વિલન સાબિત થઈ રહ્યા છે.

સવાર-સવારમાં ઘરની બહાર નીકળતી વખતે આજકાલ લોકો શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે અને તેની પાછળનું મુખ્ય કારણ વધી રહેલું પ્રદૂષણ છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં હવામાન બદલાતાની સાથે જ દેશના મોટા શહેરોમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધવા લાગે છે. પરંતુ આ વર્ષે સિચ્યુએશન થોડી અલગ અને રસપ્રદ જોવા મળી છે. ખાસ કરીને આપણા દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાંથી આ હવામાન પલટાને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે, જે જાણીને દરેક ચોંકી જાય તેમ છે.

દિલ્હીની વાત કરીએ તો, છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ તોડીને આ વખતે અહીં હવા બગડવાની ગતિ સૌથી ધીમી રહી છે. ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન વચ્ચે સામાન્ય રીતે જે સ્પીડથી દિલ્હીની એર ક્વોલિટી ડાઉન થતી હતી, તે આ વર્ષે થોડી કંટ્રોલમાં જોવા મળી છે. સરકાર અને તંત્ર દ્વારા પ્રદૂષણને નાથવા માટે લાગુ કરવામાં આવેલા ગ્રડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP ની અસર હવે જમીની સ્તર પર દેખાઈ રહી છે. જોકે, રાહતની વાત એટલી જ છે કે પ્રદૂષણ વધવાની ગતિ થોડી ઘટી છે, બાકી ખતરો હજુટ ટળ્યો નથી કારણ કે હવામાં ઝેરી PM2.5 ના પાર્ટીકલ્સ હજુ પણ સૌથી મોટો ખતરો બનેલા છે.

બીજી બાજુ, મુંબઈની હાલત આ વખતે એકદમ ચિંતાજનક બની છે. દરિયાકાંઠાના આ શહેરમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં પ્રદૂષણનું સ્તર અચાનક ડબલ થઈ ગયું છે. મુંબઈગરીઓ માટે શુદ્ધ હવા શ્વાસમાં લેવી મુશ્કેલ બની રહી છે અને અહિયાં પણ PM2.5 નું પ્રમાણ જ સૌથી ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. બદલાતા હવામાન અને શહેરીકરણના કારણે મુંબઈનું આકાશ ધુમ્મસ અને પ્રદૂષણની ચાદરમાં લપેટાવા લાગ્યું છે. દેશના આ બંને દિગ્ગજ શહેરોમાં પ્રદૂષણની અલગ-અલગ કહાની સામે આવી રહી છે, જ્યાં એક તરફ દિલ્હીમાં થોડી સાવચેતી દેખાઈ રહી છે, તો મુંબઈએ હવે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવાનો સમય આવી ગયો છે તેવું સાબિત કરી દીધું છે.

LATEST ARTICLES